તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રઘુવીર યુવા સેના દ્વારા સતત ૨૫ મા વર્ષે રાજકોટથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન : ૨૧મીથી નામ નોંધણી
૫૫ કિ.મી.ની પદયાત્રાના માર્ગમાં દાતાઓના સહયોગથી ઠેરઠેર સેવા પરબ ઉભા કરાશે : તૈયારીઓ શરૂ

રાજકોટ તા. ૧૭ : સંત શિરોમણી ભકત શ્રી જલારામ બાપાની ૧૪૪ મી પૂણ્યતીથી નિમિતે રઘુવીર યુવા સેના રાજકોટ દ્વારા તા. ૧૫-૨-૨૦૨૫ ના શનિવારે રાજકોટથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવીર યુવા સેનાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ગુજરાતમાં થયેલ ગોજારા ભુકંપમાં અકાળે મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે સૌ પ્રથમવાર રઘુવીર સેના દ્વારા રાજકોટથી વિરપુર સુધી પદયાત્રાનું આયોજન કરાયુ હતુ. ત્યારથી દર વર્ષે અવિરત આ પદયાત્રા યોજાતી આવી છે. આ વર્ષે સતત ૨૫ મા વર્ષે આયોજન કરાયુ છે.
પદયાત્રા અંગે લેવાતી ખાતાકીય પરવાનગીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ૫૫ કિ.મી.ની પાવનકારી પદયાત્રામાં જોડાનાર પદયાત્રીઓને સુવિધાઓ મળી રહે તે માટે નામી-અનામી દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા સેવા પરબો ઉભા કરવા અને તમામ વ્યવસ્થાને પહોંચી વળવા યુવા ટીમે તૈયારીઓ આરંભી દીધી છે.
પદયાત્રામાં જોડાઇને પુણ્યનું ભાથુ બાંધવા ઇચ્છતા ભકતજનોએ તા. ૨૧-૧-૨૦૨૫ ને મંગળવારથી રજાના દિવસો સિવાય સાંજે ૪ થી ૭ માં પોતાના નામો (૧) ઘનશ્યામ સીલેકશન, પ-કડીયાલેન, ધર્મેન્દ્રરોડ, (ર) દેવપુષ્પ મેડીકલ, મઢી ચોક, રૈયા રોડ, (૩) ગાયત્રી ટ્રેડીંગ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, (૪) રાધીકા નોવેલ્ટી, વિશ્વેશ્વર મંદિર સામે, નવલનગર-૯, મવડી રોડ, (પ) સદ્દગુરૂ બ્રેડ, ટાગોર સ્કુલ સામે, પેડક રોડ, (૬) કેક એન્ડ સ્વીટ, બીગ બજાર પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે અથવા પદયાત્રા ઇન્ચાર્જ હિમાંશુભાઇ વસંત (મો.૯૮૯૮૮ ૪૬૪૫૬, ભૌતિકભાઇ જીવરાજાની (મો.૯૯૦૪૪ ૦૦૦૯૯) અને પ્રજ્ઞેશભાઇ સુચક (મો.૭૬૦૦૦ ૦૪૫૬૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા રઘુવીર યુવા સેનાના સર્વશ્રી ભૌતિકભાઇ જીવરાજાની, ચિરાગભાઇ કુંડલીયા, રાજુભાઇ તન્ના, નિલેશભાઇ પુજારા, ચિંતનભાઇ સુચક નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:06 PM IST)










