તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ભગવતીપરાના સલૂન સંચાલકે મિત્રોના નામે લોન લઇ દીધા બાદ ફસાયાઃ ઝેર પીવું પડયું
બંને મિત્રોએ લોન-વ્યાજ ભરવાનું બંધ કરી દીધું હતું

રાજકોટ તા. ૧૭: શહેરના ભગવતીપરા મેઇન રોડ પર ઝમઝમ બેકરી પાસે રહેતાં મનિષભાઇ જેન્તભાઇ ભટ્ટી (ઉ.વ.૪૫) નામના આધેડે ઘર નીક ઓમ સાઇ સલૂનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
મનિષભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે ભગવતીપરા મેઇન રોડ પર માધવ પાન સામે સાઇ સલૂન નામે હેર કટીંગની દૂકાન ધરાવે છે. તેમના પુત્રએ કહ્યું હતું કે પિતાના બે મિત્રોને સાબુની એજન્સી ચાલુ કરવા પૈસાની જરૂર હોઇ આ બંનેએ મારા પિતાના નામે લોન લેવાની વાત કરી હતી. મિત્રતાના નામે મારા પિતાએ ફાયનાન્સમાંથી ચાલીસ લાખની લોન અપાવી દીધી હતી. આ ઉપરાંત અન્ય પર્સલન લોન સહિત એકાદ કરોડનો લોન પોતાના નામે લઇ મિત્રોને મદદ કરી હતી. પરંતુ મિત્રો લોન ભરતાં ન હોઇ હપ્તા ચડી ગયા હતા. પાંચેક વર્ષથી આ રીતે હપ્તા અને વ્યાજ ચડત થઇ ગયા હતાં. બીજી તરફ ઉઘરાણી મારા પિતા પાસે થતી હોઇ તે કટાળી જતાં આ પગલુ ભરી લેવા મજબુર થયા હતાં. હાલ તે સદ્દભાવના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ડીડી લેવડાવ્યું હતું. જેમાં સુરેશ અને સંજય જોષીને ત્રીસ લાખ અને સિત્તેર લાખ લઇને તથા ફાયનાન્સમાંથી ચાલીસ લાખ લઇને આપ્યાનું જણાવતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.
(3:14 PM IST)










