તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
મજેવડીના ધર્મેશ સાથે ઝેરી દવા પી લેનારી નર્સિંગની છાત્રા સિતાણાની પ્રિયંકાનું મોત
બંનેએ દસ દિવસ પહેલા બિલખાના બસ સ્ટેશનમાં પગલુ ભર્યુ હતું: યુવતિએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડતાં અરેરાટી

રાજકોટ તા. ૧૭: જુનાગઢના માણાવદર તાબેના સિતાણા ગામની પ્રિયંકા દિલીપભાઇ કાથડ (ઉ.વ.૧૯) અને મજેવડી રહેતાં ધર્મેશ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૨૨)એ ગત દસમીએ બપોરે એકાદ વાગ્યે બિલખાના બસ સ્ટેશનમાં ઝેરી દવા પી લેતાં બંનેને જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દસ દિવસની સારવારને અંતે આજે યુવતિ પ્રિયંકાનું મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ પ્રિયંકા અને ધર્મેશે ગત તા. ૧૦/૧ના રોજ બિલખાના બસ સ્ટેશનમાં ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. જુનાગઢથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે પ્રિયંકાએ અહિ અંતિમ શ્વાસ લીધા હતાં. તેણી બીએસસી કર્યા બાદ નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તે ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. પિતા કડીયા કામ કરે છે. ધર્મેશ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ છે. પિતા મજુરી કામ કરે છે. તે સારવાર હેઠળ છે.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જુનાગઢ પોલીસને જાણ કરી હતી.
(3:14 PM IST)










