<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

હલેન્‍ડાના જેન્‍તીભાઇ પરમારનું હિટ એન્‍ડ રનમાં મોતઃ પરિવારમાં ગમગીની

ભાડલાના રાજાવડા-વાવડી વચ્‍ચે અકસ્‍માત નડયોઃ કમળાપુર કામ પતાવી પરત આવી રહ્યા હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૭: ભાડલાના રાજાવડા અને વાવડી વચ્‍ચે હિટ એન્‍ડ રનની ઘટનામાં હલેન્‍ડાના પ્રોૈઢનું મોત થયું છે.રાજકોટના સરધાર તાબેના હલેન્‍ડા ગામે રહેતાં જેન્‍તીભાઇ પોલાભાઇ પરમાર (ઉ.વ.૫૦) સાંજે આઠેક વાગ્‍યે મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્‍યારે રાજાવડા-વાવડી વચ્‍ચે કોઇ વાહનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વીનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ અને ધર્મેન્‍દ્રભાઇએ  ભાડલા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર જેન્‍તીભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ છ ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં. કમળાપુર કામ માટે ગયા હતાં. ત્‍યાંથી ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

(3:14 PM IST)