<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રેલનગર ક્રિષ્‍નાસીટીના ૩૮ વર્ષિય પિયુષભાઇ જોષીનું હાર્ટએટેકથી મૃત્‍યુ

મંગલ પાર્કના સારીકાબેન ગોંડલીયાને આંચકી આવ્‍યા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૧૭: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. પોપટપરાથી આગળ રેલનગર પાસે ક્રિષ્‍ના સીટીમાં રહેતાં પિયુષભાઇ જગદીશચંદ્ર જોષી (ઉ.વ.૩૮) નામના યુવાનને ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પ્ર.નગર પોલીસને જાણ થતાં પીએસઆઇ એ. એમ. જાડેજાએ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પિયુષભાઇને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર મંગલ પાર્ક-૩માં રહેતાં સારીકાબેન રમેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૨) નામના મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. સારીકાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ટ્રેકટર રીપેરીંગનું કામ કરે છે. સાંજે તેણીએ એકાએક ત્રણ ચાર આંચકી આવ્‍યા બાદ બેભાન થઇ ગયા હતાં અને મૃત્‍યુ થયું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:15 PM IST)