તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
મકરસંક્રાંતીના દિવસે ર૧ હજાર મુલાકાતીઓએ પ્રદ્યુમન પાર્ક ઝુ નિહાળ્યું

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. નિયમીત રીતે ઝૂ દર સોમવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે મકરસંક્રાંતિનાં તહેવાર દરમિયાન મુલાકાતીઓની સવિશેષ હાજરી નોંધાયેલ છે. તા.૧૪ નાં ૧૪,૮૧૦ અને તા.૧૫ નાં રોજ ૬,૦૨૪ એમ બે દિવસમાં કુલ-૨૦,૮૩૪ મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધેલ છે જેથી રાજકોટ મહાનગરપાલિકાને કુલ બે દિવસમાં કુલ રૂા.૪,૫૧,૧૫૦ ની આવક થયેલ છે. તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
(3:19 PM IST)










