તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
આઇ શ્રી ખોડીયાર મંદિર સેવકગણ પરિવાર દ્વારા રવિવારે ૧૦ દીકરીઓના સમુહલગ્નોત્સવ
કરીયાવરમાં ૨૦૦થી વધુ વસ્તુઓ અપાશે : રક્તદાન કેમ્પ પણ યોજાશે

રાજકોટ : આઇ શ્રી ખોડીયાર મંદિર સેવકગણ પરીવાર દ્વારા તા.૧૯ના રવિવારે બપોરે ૩:૩૦ વાગ્યાથી ૧૦ દિકરીઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્નમહોત્સવનું આયોજન આઇ શ્રી ખોડીયાર મંદિર, ૧૦-કેદારનાથ સોસાયટી, કોઠારીયાર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. માતાજીના સાનીધ્યમાં ૧૦ દીકરીઓના ૩૦ લગ્નમહોત્સ્વનું આયોજન કરેલ છે.
આ સમુહલગ્નમાં નવવધુ ને ૨૦૦થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. બે હજાર લોકો ભોજન પ્રસાદનો લાભ લેશે.
આ સાથે વોલન્ટરી બ્લડબેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.
આયોજન સફળ બનાવવા કુ.ગોપી પરસોતમભાઇ દોંગા, આકાશ પરસોતમભાઇ દોંગા, કિશોરભાઇ એમ. લીંબાસીયા, અશ્વીનભાઇ બી.રામાણી, જયસુખભાઇ પટોળીયા, હરેશભાઇ મેણપરા, દામજીભાઇ વેકરીયા, હિતેષભાઇ આસોદરીયા, ગોબરભાઇ કે.દોંગા, સુરેશભાઇ કોટડીયા, રાજેશભાઇ બી.દોંગા, નાથાભાઇ બી.ટીંબડીયા, રમેશભાઇ વિરડીયા, ધર્મેશભાઇ એલ.દોંગા, નીરવભાઇ પાટડીયા, મોહનભાઇ ગોહેલ, પ્રતિકભાઇ મેણપરા જહેમત ઉઠાવી રહ્યા છે. સમુહ લગ્ન સ્થળઃ લકઠી રાજ પાર્ટી પ્લોટ, ભાવનગર હાઇવે, આજી ડેમથી આગળ, માંડા ડુંગર પાસે, રાજકોટ.
આ અંગે વધુ માહિતિ માટે પરસોતમભાઇ એન.દોંગા (મો.૯૮૨૪૨ ૮૩૧૮૪) મોહનભાઇ ડી.ગોહેલ (મો.૯૪૨૭૪ ૯૫૯૨૬) નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:59 PM IST)










