<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

વેસ્‍ટ ગેટના ઓયે અન્‍ના રેસ્‍ટોરન્‍ટમાંથી વાસી ખાદ્ય સામગ્રી પકડાઇઃ ચિકીના પ નમુના લેવાયા

મનપા દ્વારા રેલનગર વિસ્‍તારમાં રર ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને ત્‍યાં ચકાસણીઃ પને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ તા. ૧૭ :.. મનપા દ્વારા લોકોના સ્‍વાસ્‍થ્‍યને ટનાટન રાખવા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રૈયા ચોકડી સ્‍થિત ઓયે અન્‍ના રેસ્‍ટોરન્‍ટમાંથી ૬ કિલો અખાદ્ય જથ્‍થો ઝડપાયો હતો. જયારે રેલનગર વિસ્‍તારમાં રર ધંધાર્થીઓની ચકાસણી કરી પને લાઇસન્‍સ અંગે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત ભગવતીપરા, ચુનારાવાડ તથા દૂધસાગર રોડ પરથી ચીકીના પ નમુના લેવામાં આવ્‍યા હતાં.

     મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન વેસ્‍ટ ગેટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે,  આવેલ ‘ઓયે અન્ના રેસ્‍ટોરેન્‍ટ (SVENDZ FOOD LLP)” પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ફૂડ, ચટણી, સડેલા બાફેલા બટેટા તથા એક્‍સપાયરી વીતી ગયેલ બ્રેડ સહિતનો કુલ અંદાજીત ૦૬ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન જાળવવા, પેસ્‍ટ કોંટ્રોલ કરાવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

જેમાં શ્‍યામ ખમણ,  કાજલ પાન  એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ, જય સોમનાથ ખમણ હાઉસ, મોમાઇ કોલ્‍ડ્રિંક્‍સ, જય ખોડિયાર કોલ્‍ડ્રિંક્‍સને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ચિકીના પ નમુના લેવાયા

        ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ  કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ. જેમાં  તલની ચીકી (લુઝ)   મધુરમ વેરાયટી સ્‍ટોર્સ, ભગવતીપરા, શેરી નં.૧૭/૨૧ કોર્નર,    શીંગની ચીકી (લુઝ): સ્‍થળ- મધુરમ વેરાયટી સ્‍ટોર્સ, ભગવતીપરા, શેરી નં.૧૭/૨૧ કોર્નર, રાજકોટ,   મનમોજી ચીકી (લુઝ)  ભાવના ફૂડ્‍સ, લાખાજીરાજ ઉદ્યોગનગર-૦૬, ચુનારાવાડ ચોક,    દાળિયાની ચીકી (લુઝ): ભાવના ફૂડ્‍સ, લાખાજીરાજ ઉદ્યોગનગર-૦૬, ચુનારાવાડ ચોક, તથા   શીંગની ચીકી (લુઝ) એવન ચીકી, ભગવતી સોસાયટી શેરી નં.૦૩, મધર ટેરેસાવાળી શેરી, દૂધસાગર રોડ,  ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતાં.

(3:35 PM IST)