<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અપના બજાર દ્વારા સાત હોસ્‍પિટલ સાથે એમઓયુ : ૧૪ હજાર પરિવારોને સારવારમાં લાભ મળશે

વોકહાર્ટ, સિનર્જી, બી.ટી.સવાણી,સેલસ સહિતની હોસ્‍પિટલ સાથે એમઓયુ

રાજકોટઃશહેર અને જિલ્લાની સાડા છ દાયકા જૂની અને પ્રતિષ્‍ઠિત સહકારી સંસ્‍થા રાજકોટ જિલ્લા મધ્‍યસ્‍થ ગ્રાહક સહકારી ભંડાર લી.અપના બજાર દ્વારા ૧૪ હજાર સભાસદ પરિવારોને પ્રવર્તમાન મોંઘીદાત તબિબિ સારવારમાં સહિયારો મળી રહે અને આર્થિક ખર્ચમાં થાડી રાહત મળી રહે તેવા હેતુ સાથે રાજકોટની અગ્રણી હોસ્‍પિટલો સાથે શરતોને આધિન કરાર કરવાનો નિર્ણય ચેરમેન દિપક ચાવડા સહિત સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

રાજકોટની સાત જેટલી નામાંિકત મલ્‍ટિસ્‍પેસીયાલિસ્‍ટ હોસ્‍પિટલ સાથે કરારનો હેતુ અને વિગત અંગે અપના બજારમાં ચેરમેન ભાગ્‍યેશ વોરા જણાવે છે કે, અપના બજાર ૧૪ હજાર સભાસદ પરિવારને આરોગ્‍યલક્ષી સારવાર ખર્ચમાં રાહતકવચ પુરું પાડવા મલ્‍ટિસ્‍પેસીયાલીસ્‍ટ હોસ્‍પિટલ જેવી કે, બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ, વોકહાર્ટ, સીનર્જી, સેલસ, પ્‍લેકસ, બાલાજી, ગોકુલ સહિતની ગણમાન્‍ય હોસ્‍પીટલ સાથે શરતોને આધીન કરાર કરવામાં આવેલ છે.

રાજકોટની ગણમાન્‍ય તબિબિ હોસ્‍પીટલ સાથેનાં અપના બજારનાં શરતોને આધીન થયેલ એમ.ઓ.યુ. અંગે વાઇસ ચેરમેન દિપક ચાવડા જણાવે છે કે, અપના બજારનાં ૧૪ હજાર સભાસદો અને તેમના પરિવારજનને આ કરાર અંતર્ગત ઑ.પી.ડી. સર્જરી, વિવિધ પ્રકારના પરીક્ષણ, દવાઓ,નિદાન દરેકમાં અલગ-અલગ હોસ્‍પીટલમાં અલગ-અલગ સારવાર ખર્ચમાં થયેલ બિલમાં નિયમો અનુસાર રાહત આપવામાં આવશે અને સભાસદોએ ‘‘અપના બજાર''નું શેર સર્ટીફિકેટની ઝેરોક્ષ જે તે હોસ્‍પીટલમાં આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી ‘‘અપના બજાર''મુખ્‍ય કાર્યાલય, બાલાજી મંદિર સામે, ભૂપેન્‍દ્ર રોડ ખાતેથી મળી રહેશે.

આ પ્રકલ્‍પને સફળ બનાવવા અપના બજારનાં ચેરમેન ભાગ્‍યેશ વોરા, વા.ચેરમેન દિપક ચાવડા સર્વે ડિરેક્‍ટર મહેન્‍દ્રભાઈ શેઠ, અરવિંદભાઇ સોજિત્રા, નટુભાઇ ચાવડા, પંકજભાઈ દેસાઇ, મહેશભાઇ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, ડો. જીજ્ઞાબેન પટેલ, ફૂલભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા વહીવટી અધિકારી નરેશભાઇ શુક્‍લ, સાગર જોષી, કમલેશભાઇ ગજ્જર, રાજ ચાવડા, પૂજા મેર, અમિત વાઘ જ્‍યેશ કારોલિયા ે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:52 PM IST)