તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
સોમવારે ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાણેનો વિદાય સમારંભ

રાજકોટ તા.૧૮: જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેની સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક થતા જિલ્લા પંચાયત પરિવાર(પદાધિકારીઓ) દ્વારા તા.૨૦ સોમવારે તેમનો વિદાય સમારંભ યોજાનાર છે. તે દિવસે સવારે ૧૧.૩૦ વાગ્યે યોજાયેલ સામાન્ય સભા બાદ તે જ સ્થળે તેમને ભાવભીની વિદાય અપાશે. ડો.નવનાથ ગવ્હાણેએ સુરેન્દ્રનગરમાં કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે રાજકોટ ડી.ડી.ઓ. તરીકે ૧૧ માસના કાર્યકાળમાં અપાર ચાહના મેળવી હતી.
(3:57 PM IST)










