તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
પાંચ બાઇક ઉપર ૯ જણાએ સ્ટંટ કર્યા, ૪ સગીર પણ સામેલઃ ભક્તિનગર પોલીસે પકડયા : વાહનો કબ્જે
પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા અને ડી. સ્ટાફની ટીમે અલગ અલગ ગુના નોંધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટઃ કેટલાક શખ્સો અલગ અલગ બાઇક પર સવાર થઇ રોડ પર ધૂમ સ્પીડથી નીકળી તેમજ ચાલુ બાઇક પર ઉભા થઇ સ્ટંટ કરતાં હોય તેવા રીલ્સ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. આ વિડીયોમાં એક બેક ગ્રાઉન્ડ ગીતમાં પોતાની જાતથી લોકો ફફડે છે એ પ્રકારના શબ્દોવાળુ ગીત મુકાયુ હતું. આ વિડીયો કોઠારીયા રોડ પર દેવપરા મેઇન રોડ વિસ્તારનો હોવાની માહિતી મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એમ. એન. વસાવા, નિલેષભાઇ મકવાણા, દિલીપભાઇ બોરીચા, કરણભાઇ કોઠીવાલ, રાજદિપસિંહ જાડેજા, મનિષભાઇ ડાંગર સહિતની ટીમે તપાસ કરતાં આ સ્ટંટ કરનારાઓમાં સાગર જગદીશભાઇ મેવાસીયા (સહકાર મેઇન રોડ, ઘનશ્યામનગર), ઇમ્તિયાઝ ફિરોઝભાઇ અજમેરી (રહે. રાધાકૃષ્ણનગર ગોવિંદનગરનો છેડો), મનિષ હર્ષદભાઇ ડાંગર (રહે. રાધાકૃષ્ણનગર-૧૭), વસીમ ફિરોઝભાઇ શાહમદાર(રહે. બાબરીયા કોલોની મોરારી નગર-૭), હિમાલય ભરતભાઇ ગોરસીયા (રહે. નાડોદાનગર-૬) તથા ચાર સગીર સહિત નવ સામેલ હોવાની વિગતો મળતાં તમામને શોધી કાઢી પાંચ બાઇક કબ્જે કરી અલગ અલગ ગુના દાખલ કરી કાયદાનું ભાન કરાવાયું છે. બધા મિત્રો કોઠારીયા રોડ હુડકો પાસે ખોડિયાર હોટલે ચા પાણી પીવા ભેગા થયા બાદ બાઇક પર સ્ટંટ કરતાં નીકળ્યા હતાં.
(2:51 PM IST)










