તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
પ્રજાસત્તાક પર્વને કારણે ‘મન કી બાત' કાર્યક્રમ કાલે
શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડ-બુથ પર જીવંત પ્રસારણની વ્યવસ્થા

રાજકોટ તા. ૧૮ : શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદીમાં જણવાયુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર માસના અંતિમ રવિવારે રજુ થતો ‘મન કી બાત' કાર્યક્રમ આ વખતે ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વ હોવાથી કાલે તા. ૧૯ ના રવિવારે સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે. આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરાશે. શહેરના તમામ વોર્ડમાં શહેરના હોદેદારો જોડાઇને કાર્યક્રમ નિહાળશે. ઉપરાંત ૯૮૪ બુથમાં ‘મન કી બાત' નિહાળવામાં આવશે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ જોડાવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમની વ્યવસ્થા માટે ‘મન કી બાત'ના ઇન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, મંત્રી ભરતભાઇ શીંગાળા, વિધાનસભા-૬૮ માં પરાગ મહેતા, વિધાનસભા-૬૯ માં દશરથ વાળા, વિધાનસભા-૭૦ માં યોગેશ ભુવા અને વિધાનસભા-૭૧ માં રસિકભાઇ કાવઠીયા તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
(3:07 PM IST)










