<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

માલીયાસણ ચોકડી પાસે પીસીબીનો દરોડોઃ રૂા. ર.૭૪ લાખના દારૂ ભરેલા ટ્રકમાંથી સતીષ જાટીયા પકડાયો

પીસીબીના હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા અને ગીરીરાજસિંહ જાડેજાની બાતમીઃ દારૂની પ૭૬ બોટલ તથા ટ્રક મળી રૂા. ૮.૭૯ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા. ૧૮: કુવાડવા રોડ પર માલીયાસણ ચોકડી પાસે એક હોટલ પાસે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલો ટ્રક ઉભો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરોડો પાડી રૂા. ર.૭૪ લાખના વિદેશી દારૂ ભરેલો ટ્રક સાથે ચાલકને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલીયાસણ ચોકડી પાસે આવેલી કનૈયા ટી સ્‍ટોલ નામની હોટલ પાસે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલો ટ્રક ઉભો  હોવાની પીસીબીના હેડ કોન્‍સ વિક્રમસિંહ ઝાલા અને ગીરીરાજસિંહ જાડેજા ને બાતમી મળતા પી.એસ.આઇ. એમ. જે. હુણ સહિતના સ્‍ટાફે દરોડો પાડી હોટલ પાસે પાર્કીગમાં પાર્ક કરેલા જી.જે.૧૦ ડબલ્‍યુ-૬ર૩૩ નંબરના ટ્રકની તલાશી લેતા ટ્રકમાં પાછળના ભાગે તાલપત્રી હટાવતા પ્‍લાસ્‍ટીકના કાળા કલરના ઝબલા માંથી રૂા. ર,૭૪,૭ર૮ ની કિંમતની વિદેશી દારૂની પ૭૬ બોટલ મળી આવતા પોલીસે ટ્રક ચાલક સતીષ નાથાભાઇ જાટીયા (ઉ.વ. ર૭) (રહે. જામનગર રોડ, નાગેશ્વર  મંદિર પાસે, શાંતીનગર, અરીહંત એવન્‍યુ-એ, ફલેટ નં. ૧૦ર) ને પકડી લઇ રૂા. ર.૭૪ લાખનો વિદેશી દારૂ ટ્રક અને મોબાઇલ ફોન મળી રૂા. ૮,૭૯,૭ર૮ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.  દારૂનો જથ્‍થો કયાંથી લાવ્‍યો અને કયાં પહોંચાડવાનો હતો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.સી.બી.ના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુલ, પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ,હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી

(3:08 PM IST)