તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
વિપક્ષને પ્રજાના કામમાં રસ જ નથીઃ જયમીન ઠાકરની ટકોર

મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં શાસકપક્ષના એટલે કે ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર હતાં પરંતુ કોંગ્રેસના ચુંટાયેલા ચાર કોર્પોરેટરોમાંથી એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા આજે વિપક્ષ વગર બોર્ડની કામગીરી શરૂકરવામાં આવેલ ત્યાર આજે બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાના પ્રારંભે સ્ટેન્ડીંગચેરમેન જયમીનભાઈ ઠાકરે બોર્ડ અધ્યક્ષને સંબોધીને જણાવેલ કે, કોંગ્રેસના સભ્યોને વિકાસના કામમાં રસ જ નથી ગઈકાલે વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાને ફોન કરેલ ત્યારે તેઓએ કહેલ કે હું બોર્ડમાં આવું જ છું પણ આજે તેઓ પણ આવ્યા નથી. આથી વિપક્ષના તમામ સભ્યોની ગેરહાજરીની બોર્ડ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
(3:14 PM IST)










