<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટના જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરો અને રીક્ષા ચાલકો વચ્ચે મારામારીના દ્રશ્યો આવ્યા સામે, વ્યઢળ સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, સિવિલ હોસ્પિટલમાં દાખલ વ્યઢળે વર્ણવી આપવીતી, એ ડિવિઝન પોલીસે કરી છે વ્યંઢળોના ગુરુની અટકાયત. :જુઓ વિડીયો

રાજકોટઃ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક વખત આજે બપોરે બાદ કિન્નરોએ બબાલ મચાવી સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દ્વારા કાર્યવાહીની તજવીજ થઈ હતી. જાણવા મળ્યા મુજબ જ્યુબિલી બાગ નજીમ રામનાથપરા વિસ્તારના વાહન ચાલકનું વાહન એક કિન્નરના વાહનને અડી જતાં બોલાચાલી થઈ હતી. ફરિયાદ નોંધાવવા આવ્યા બાદ ફરિયાદ નોંધાય એ પહેલાં જ આરોપીઓને પકડી સરઘસ કાઢવાની માંગણી સાથે કિન્નરો દ્વારા માંગણી કરી સૂત્રોચ્ચાર કરવામાં આવતાં અને પોલીસ સ્ટેશન બહાર દેખાવો કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અગાઉ પણ અસલી કિન્નરો અને નકલી કિન્નરોના વિવાદમાં કિન્નનરોએ વસ્ત્રો ઉતારી પોલીસ સ્ટેશન બહાર દેખાવો કરતાં ટ્રાફિકજામ થયો હતો. આજે પણ ફરી આવા દ્રશ્યો સર્જાયા હતાં.

 

 

 

 

 

 

 

 

 

(5:59 PM IST)