News of Monday, 20th January 2025
પૂર્વ સંયુક્ત માહિતી અધિકારી દીપકભાઈ ભટ્ટનું દુઃખદ નિધન

રાજકોટ : રાજ્ય સરકારના માહિતી ખાતામાં રાજકોટ ખાતે સંયુક્ત માહિતી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા દીપકભાઈ નિર્ભયભાઈ ભટ્ટનું અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું છે. તેઓ રેખાબેન ભટ્ટ (નિવળત્ત અધિકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પતિ તથા એક્સીસ બેન્ક અમદાવાદના ઉચ્ચ અધિકારી ભાર્ગવ ભટ્ટ (મો. ૯૮૨૫૨ ૩૨૩૬૬) અને મૈત્રીબેન હસિતભાઈ મહેતા (રાજકોટ) ના પિતા તેમજ પત્રકારબંધુ હેમેન ભટ્ટ (ફૂલછાબ) તથા નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ પત્રકાર આઝાદ સંદેશ) ના મોટા ભાઇ અને યુવરાજના દાદા હતા.
દિપકભાઈ ભટ્ટે પત્રકારત્વની કારકિર્દી જનસત્તા દૈનિકથી કરી હતી. રાજ્ય સરકારના માહિતી ખાતામાં માહિતી અધિકારી તરીકે જોડાઈને ઇડર, હિંમતનગર, અમદાવાદ ગાંધીનગર, રાજકોટ, અમરેલી, જામનગર જિલ્લા સહિત અલગ અલગ જિલ્લાઓમાં પૂર્વ સંયુક્ત માહિતી અધિકારી તરીકે ફરજ બજાવી માહિતી ખાતામાં તેમજ અખબારી આલમમાં લોકચાહના મેળવી હતી. તેઓની કાર્યપ્રણાલીને ધ્યાને લઈ તેઓને કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પી.આઇ.બી.) માં પણ ડેપ્યુટેશન પર ફરજ સોંપવામાં આવી હતી.
દિપકભાઈ ભટ્ટના દુઃખદ નિધનના સમાચાર થી પરિવાર, બહોળા મિત્રવર્ગ, માહિતી વિભાગ અને અખબારી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
દિપકભાઇ ભટ્ટનો ‘અકિલા' પરિવાર સાથે આત્મીયતા-પારિવારીક નાતો હતો. સ્વ. દિપકભાઇ ભટ્ટને ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, વેબ એડીશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત ‘અકિલા' પરિવારે ર મિનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
(10:10 AM IST)










