<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

નેપ્‍ચ્‍યુન ટાવરમાં ભગવાનના ફોટાવાળી લાદી તોડનારના ઘરે જઇ વરૂણ બારોટે ડખ્‍ખો કર્યો'તો

‘કમલેશ ક્‍યાં ગયો છે? તેને કહેજો સવારે પોલીસ સ્‍ટેશને હાજર થઇ જાય નહિતર ખેર નહિ રહે' તેવી ધમકી તેના પત્‍નિ-માતાને આપી હતીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ પર નેપ્‍ચ્‍યુન ટાવરમાં ભગવાનના ફોટાવાળી લાદી તોડી વિડીયો બનાવી ધાર્મિક લાગણી દુભાવનારા કમલેશ નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં વરૂણ ડાંગરની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો. આ બનાવમાં ફરિયાદી બનેલા વ્‍યક્‍તિએ રાતે બે વાગ્‍યે કમલેશના ઘરે જઇ તેના પત્‍નિ, માતાને ધમકી આપ્‍યાનું ખુલતાં વરૂણ સામે પણ ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ મેઇન રોડ પર બકુલભાઇ ગીણોયાના મકાનમાં ભાડેથી રહેતાં વર્ષાબેન કમલેશભાઇ રાણપરીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી વરૂણ સુખદેવભાઇ ડાંગર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સાસુ-સસરા અને પાંચ વર્ષની દિકરી સાથે રહુ છું અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવુ છું. અઢારમીએ રાતે અમે સુતા હતાં ત્‍યારે આશરે બે વાગ્‍યે અમારા ઘરના ડેલાની બેલ કોઇએ વગાડતાં મેં બીજા માળની ગેલેરીમાંથી જોતાં વરૂણ ડાંગર ઉભો હતો. તેણે મને તમે નીચે આવો તેમ કહેતાંહું નીચે જતાં તેણે તમારો પતિ કમલેશ ક્‍યાં છે? તેમ પુછતાં મેં તેને મારા પીત હવે અહિ રહેતા નથી તેમ જણાવતાં વરૂણે ‘અહિ કેમ રહેતાં નથી?' તેમ પુછતાં હું મારા સાસુ કાંતાબેનને બોલાવવા ગઇ હતી. મારા સાસુને પણ વરૂણે કમલેશ તમારો દિકરો થાય છે? તેમ પુછતાં તેણે હા પાડતાં વરૂણ અને અજાણ્‍યા બે માણસો ઘરમાં ઘુસી ગયા હતાં અને ધમકી આપી હતી કે કમલેશને સવારે દસ વાગ્‍યે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં હાજર કરી દેજો નહિતર તમારી ખેર નથી તેમ કરી ધમકી આપી હતી.

બનાવનું કારણ એવુ છે કે કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે નેપ્‍ચ્‍યુન કોમ્‍પલેક્ષની સીડીઓમાં ભગવાનની લાદીઓ લગાવાઇ હોઇ અને ભગવાનનું અપમાન થતું હોઇ મારા પતિએ લાદી તોડી નાંખી હોઇ તેનો ખાર રાખી વરૂણ સહિતે ધમકી આપી હતી.

ઉલ્લેખનિય છે કે ચાર દિવસ પહેલા કમલેશ ભગવાનના ફોટાવાળી લાદી તોડતો હોઇ તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વારયલ થયો હોઇ આ અંગે પુષ્‍કરધામ મેઇન રોડ પર શ્‍યામ પાર્કમાં રહેતાં ઉમરાણી ગામે ખેતી કરતાં વરૂણભાઇ સુખદેવભાઇ ડાંગરે કમલેશ અને વિડીયો બનાવનાર વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ધાર્મિક લાગણી દુભાવ્‍યોનો ગુનો નોંધ્‍યો હતો. વરૂણભાઇ આહિર સમાજના મહામંત્રી  છે અને નેપ્‍ચ્‍યુન ટાવરમાં તેને ચાર દુકાનો છે. સોળમીએ એક શખ્‍સે દિવાલમાં ચોટાડેલી ભગવાનના ફોટાવાળી લાદીઓ ઉખેડીને તોડી હતી અને વિડીયો બનાવ્‍યો હતો. તપાસ કરતાં તે કમલેશ હોવાનું ખુલ્‍યું હતું.

(2:47 PM IST)