News of Monday, 20th January 2025
વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓને લપડાકઃ જમીનનો કોઇ ભાગ ભાડે નહિ આપી શકાય-વેચી નહિં શકાયઃ નફો મેળવી શકાશે નહિ
સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારનો ૧૮ પાનાનો વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ વિરૂધ્ધ મહત્વનો ચૂકાદો... : જમીન ર૬પ૦/૪, ર૬પ૦/પ, તથા ર૬પ૦/૬નો સતા પ્રકાર ‘‘જી'' કાયમ રાખવા તથા જમીન ર૬પ૦/૧, ર૬પ૦/ર, ર૬પ૦/૩નો સતા પ્રકાર ‘‘કે-પ'' આપવા આદેશો... : વર્ષોથી લડત ચલાવી રહેલ કાયદે આઝમ અને વિરાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પરષોતમભાઇ પીપળીયાએ ચૂકાદાને વધાવ્યો સત્યનો વિજય હોવાનું જણાવ્યું હુકમથી નારાજ પક્ષકારને દિવસ ૬૦માં કલેકટર સમક્ષ રીવીઝન અરજી રજૂ કરવા અંગે મંજુરી અપાઇ... : સીટી સર્વે નં. ર૬પ૦ ની જમીનમાં કોઇપણ સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય વિભાગીય હિસ્સા માપણી કરીને અલગ અલગ કાર્ડ ઇસ્યુ કરાયા હોવાનું જણાતા તે ગેરકાયદેસર હોય નોંધણી રદ્દ કરવા સીટી સર્વે કચેરીને દરખાસ્ત

રાજકોટ તા. ર૦: વિરાણી હાઇસ્કૂલની કરોડોની જમીન સીટી સર્વે વોર્ડ નં. ૧પ/ર સી.સ.નં. ર૬પ૦/૧, ર૬પ૦/ર, તથા ર૬પ૦/૩ માં તા. ૧૩-પ-ર૦૧૪ થી પ્રમાણીત નોંધ-પ૯૯૦ સામે અપીલ થઇ હતી, તે કાયદે આઝમ અને વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પરષોતમભાઇ પીપળીયા, અન્ય વિદ્યાર્થીઓ તથા સરકાર પક્ષે દાખલ થયેલ કેસ, એમ બંને કેસ અંગે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે સૂનાવણી હાથ ધરી, બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આજે મહત્વનો ચૂકાદો જાહેર કર્યો છે, સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે પોતાના ચૂકાદામાં વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓની જમીન વેચવા અંગેની દલીલો ફગાવી દઇ, ટ્રસ્ટીઓને મોટી લપડાક મારી છે, અને જમીન સરકારની હોવાનું, સરકારે એટલે કે કલેકટર તંત્રે આપેલી હોવાનું નવી શરતની જમીન હોવાનું ગણી જમીન વેચી નહિ શકાય તેવો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
દરમિયાન આ ચૂકાદાથી ખુશખુશાલ કાયદે આઝમ તથા વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પરષોતમભાઇ પીપળીયાએ ચૂકાદાને વધાવી લીધેલ તેમજ સત્યનો આખરે વિજય થયો છે. તેમ ઉમેર્યું હતું.
સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે પોતાના ચૂકાદામાં એવું તારણ કાઢયું છે કે, સીટી સર્વે વોર્ડ નં- ૧૫/૨ સી.સ.નં. ૨૬૫૦/૧, ૨૬૫૦/૨ તથા ૨૬૫૦/૩ માં તા.૧૩/૦૫/૨૦૧૪ થી ઙ્કમાણિત નોંધ-૫૯૯૦ સામે અરજદારશ્રીએ વિરાણી સ્કુલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ વતી અપીલ દાખલ કરેલ છે. જેથી જાહેર હિતની સુનાવણી અત્રેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ન હોવાથી અરજદારશ્રી પ્રાથમિક દ્રષ્ટિએ લોકસ સ્ટેન્ડી હોવાનું જણાતું નથી.
સમાન પ્રકારની બાબત અત્રેના કેસ નં-પ્રાંક/અપીલ/રીવીઝન/કેસ નં.૧/૨૦૨૦ તા. / / થી નિર્ણીત થયેલ છે. હાલના અરજદારશ્રી તેનું સંજ્ઞાન લઈ શકે છે.
જયારે કલેકટર તંત્ર તરફથી થયેલ અપીલ અંગેના બીજા કેસમાં રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે,
(૪.૧) સવાલવાળી જમીન શ્રી કલેકટર મધ્ય સૌરાષ્ટ્ર ધ્વારા વિરાણી હાઈસ્કુલને ફાળવવામાં આવેલ છે. જે જમીન અંગે ખેતી સીવાયના ખેતી વગરના કામ માટે ઉપયોગમાં લીધેલી જેનો આકાર૪૮મી કલમની રૂએ બદલ્યો હોય ત્યારે આપવાની સનદ ઈસ્યુ કરવામાં આવેલ છે.(નમુનો-એન)(કાનુન-૮૭-બી) ‘‘સદરહું સનદમાં સવાલવાળી જમીનનું કુલ ક્ષેત્રફળ ૪૯૭૨૦ ચો.વા. અને સ.નં.૪૨૭ દર્શાવેલ છે. આ સનદના શેરામાં આ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ નફો મેળવી શકાશે નહી'' તે મુજબનો ઉલ્લેખ થયેલ છે. આ રીતે નિયંત્રિત શરતવાળી જમીન છે. આ સનદ કલેકટરશ્રી મધ્ય સૌરાષ્ટ્ર દ્વારા તા.૨૦/૧૨/૧૯૫૧ ના રોજ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ જમીનની સર્વેયર રાજકોટ દ્વારા માપણી કરીને સ્કેચ બનાવવામાં આવેલ છે જે સ્કેચમાં પણ સદરહું જમીનનું ક્ષેત્રફળ ૪૯૭૨૦ ચો.વા. દર્શાવેલ છે.
(૪.૨) સી.સ.કચેરી ધ્વારા સવાલવાળી જમીન અંગે મિલકત કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે જે મિલકત કાર્ડમાં સવાલવાળી જમીનનો સી.સ.નં.૨૬૫૦ ક્ષેત્રફળ ચો.મી.૪૧૫૨૩-૩૬ અને લાગુ પડતા સતા પ્રકારના બદલે સતાપ્રકાર-સી દર્શાવેલ છે. અને જમીનના ધારણકર્તા તરીકે શ્રી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને દર્શાવેલ છે. આમ કલેકટર મધ્ય સૌરાષ્ટ્ર ધ્વારા સદરહું જમીન અંગે ઇસ્યુ કરેલ સનદમાં દર્શાવેલ ક્ષેત્રફળ તથા સી.સ.ના મિલકત કાર્ડમાં દર્શાવેલ ક્ષેત્રફળ લગભગ સમાન હોય તેમ રેકર્ડથી જણાય છે. આમ, સી.સ.નં.૨૬૫૦ ની જમીન કલેકટરશ્રી મધ્ય સૌરાષ્ટ્ર દ્વારા વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટને આપેલ જમીન હોવાનો સીટી સર્વે કાર્ડમાં ઉલ્લેખ થયેલ છે.
(૪.૩) સવાલવાળી જમીનમાં સી.સ.કચેરી ધ્વારા સી.સ.નં.૨૬૫૦ ની જમીનમાં કોઈ સક્ષમ સતાધિકારીની યોગ્ય હુકમ/મંજુરી સિવાય વિભાગીય હિસ્સા માપણી કરીને અલગ અલગ મિલકત કાર્ડ ઇસ્યુ કરેલ છે. જે પ્રથમ દર્શનીય રીતે ક્ષતિ યુકત હોવાનું જણાતા નોંધ રદ કરવા સી.સ.કચેરી ધ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
(૪.૪) સવાલવાળી જમીન બાબતે ના.ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સમક્ષ શ્રી શામજી વેલજી વિરાણી હાઈસ્કુલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ SCA NO.10573/2023 ઉકત પિટિશનમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ને સામાવાળા નં.ર તરીકે જોડવામાં આવેલ છે. ઉકત પિટિશનનાં કામે તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ COMMON ORAL ORDER પેરા નં. ૫ ની વિગતે પિટિશનર ટ્રસ્ટને અત્રે સમક્ષ ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત રજૂઆતો સહ ઉપસ્થિત રહેવા હુકમ કરવામાં આવેલ તેમજ પેરા નં. ૬ ની વિગતે પિટિશનર ટ્રસ્ટને સુનાવણીની તક આપી કાયદાની જોગવાઇઓ અનુસાર ગુણદોષ આધારિત નિર્ણય લેવા હુકમ કરવામાં આવેલ.આમ, ના.ઉચ્ચ ન્યાયાલયના હુકમને આધિન અત્રે દ્વારા સદરહું બાબતે સુનાવણી હાથ ધરવામાં આવેલ હોય, લે.રે.કો.ક. ૨૧૧ હેઠળના અધિકારક્ષેત્રનો બાધ રહેતો નથી.
(૪.૫) વિલંબ બાબતના ટેકનીકલ કારણોના આધારે કેસનો નિર્ણય કરવાથી પક્ષકારોના હિત્તને વિપરીત અસર થતી હોવાની બાબત વિવિધ અદાલતોના ચુકાદાઓમાં પણ ઠરાવેલ છે, વિશેષમાં ના.ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સમક્ષ શ્રી શામજી વેલજી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ SCA NO.10573/2023 નાં કામે તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ COMMON ORAL ORDER પેરા નં. ૬ ની વિગતે પિટિશનર ટ્રસ્ટને સુનાવણીની તક આપી કાયદાની જોગવાઇઓ અનુસાર ગુણદોષ આધારિત નિર્ણય લેવા અત્રેને હુકમ કરવામાં આવેલ હોઇ, વિલંબની બાબત ધ્યાને લેવાપાત્ર રહેતી નથી.
ઉકત વિગતો જોતા આથી નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
-: હુકમ :-
અત્રેના સમાન ક્રમાંકની તા.૦૩/૦૨/૨૦૨૦ ની નોટીશ અંશતઃ સાબિત માનવામાં આવે છે. અને ઉપર તારણ મુજબની હકીકત ધ્યાને લેતા રાજકોટ શહેરના રે.સ.નં.૪૨૭ સી.સ.વોર્ડ નં.૧૫ સી.સ.નં.૨૬૫૦ માં દાખલ કરવામાં આવેલ નોંઘ નં. ૫૯૯૦ માં ઉલ્લેખાયેલા વિભાગીય હિસ્સા માપણી મુજબની રસ્તા પૈકીની સી.સ.નં.૨૬૫૦/૪, સી.સ.નં.૨૬૫૦/૫ તથા સી.સ.નં.૨૬૫૦/૬ જમીનનો સતા પ્રકાર ‘‘જી'' કાયમ રાખવા તથા બાકી રહેતી જમીન મૂળ હુકમની શરત મુજબ ‘‘જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં તેમજ કોઈપણ જાતનો નફો મેળવી શકાશે નહીં'' તે નિયંત્રિત શરતો ધ્યાને લેતા સી.સ.નં.૨૬૫૦/૧, સી.સ.નં.૨૬૫૦/૨ તથા સી.સ.નં.૨૬૫૦/૩ ની જમીનનો સતા પ્રકાર ‘‘કે-૫'' આપવા આથી હુકમ કરવામાં આવે છે.
વિશેષમાં સદરહું મિલ્કત સંબંધે અન્ય કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલતા હશે તો તે અંગેનો નિર્ણય તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે.
આ હુકમથી નારાજ પક્ષકાર હુકમ મળ્યા તારીખથી દિન-૬૦ માં કલેકટરશ્રી, રાજકોટ સમક્ષ રીવીઝન અરજી રજુ કરી શકે છે.
કલેકટર તંત્રના કેસમાં સરકાર પક્ષ અને તેમના વકિલો તથા શ્રી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ, શ્રી શામજી વેલજી વિરાણી, શ્રી જયંતભાઇ દેસાઇ, રમેશકુમાર વિરાણી, શ્રેયસભાઇ હિરાણી, કિશોરભાઇ નર્મદાશંકર ત્રિવેદી હોવાનું જાહેર થયું છે.
(2:59 PM IST)










