News of Monday, 20th January 2025
કેશ કલા ક્ષેત્રે આગવું નામ હાંસલ કરનાર રાજકોટના એન્ટોપ સલૂન મહાસોપાનનો ૮માં વર્ષમાં પ્રવેશ
ખાસ તાલીમ પામેલ ટીમ દ્વારા હેર કટીંગ, શેવીંગ, ગ્રુમીંગની અપાની હાઇ કવોલીટી સર્વિસ

રાજકોટઃ મહેનતનો કોઈ વિકલ્પ નથી.રાજકોટમાં એન્ટોપ સલૂન નામથી શરૂ કરેલા મહાસોપાનને સાત વર્ષ પૂર્ણ થયા છે. શૂન્યમાંથી સર્જનની આ યાત્રા આમ તો ૨૪ વર્ષ પહેલા શરૂ થઈ હતી.પણ કંઈક મેગા કરવાના વિચારબીજ સાથે એક નવી જ યાત્રા સાત વર્ષ પહેલા આરંભ થઈ.આ સાત વર્ષ સમયગાળા દરમિયાન આમ આદમીથી પોલીસકર્મી અને નેતાથી અભિનેતા સહિતના રાજકોટવાસીઓની સેવા આ સલુનમાં થઇ છે. ખાસ તાલીમ પામેલી ટીમ વહેલી સવારથી મોડી રાત સુધી લોકોને બેસ્ટ લૂક આપવામાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપતી રહી.કેશ કર્તન એ અનોખી કળા છે. જેના થકી અહીં રાજકોટના લોકોને આગવી શૈલીમાં તેમના મનગમતા હેર કટ, શેવિંગથી ગ્રૂમિંગ સુધી લોકોને હાઈ ક્વોલિટીની સર્વિસ પૂરી પાડવામાં આવે છે. સાતમાં વર્ષમાં અને કુલ ૨૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઇ રહયો છે. ત્યારે દરેક રાજકોટવાસીઓનો દિલથી આભાર વ્યકત કરવા સાથે દરેક કસ્ટમરને બેસ્ટ સર્વિસ આપવા માટે કટિબદ્ધતા વ્યકત કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:09 PM IST)










