<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રાજકોટમાં રમાનાર, ભારત- ઇંગ્‍લેન્‍ડ ટી-૨૦ મેચનું બુધવારથી બુકમાય શોમાં ઓનલાઇન ટિકિટ મળશે

 

રાજકોટઃ  ૨૮મી જાન્‍યુઆરી  એ નિરંજન શાહ સ્‍ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે ટી૨૦ ઈન્‍ટરનેશનલ મેચ રમાશે. આ સિરીઝની ત્રીજી મેચ છે. આ રોમાંચક મુકાબલો વર્લ્‍ડ ક્‍લાસ ક્રિકેટનું રોમાંચક પ્રદર્શન હશે. આ રમતને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતે રમાનારી ટી૨૦ ઈન્‍ટરનેશનલ ઈન્‍ડિયા વિ. ઈંગ્‍લેન્‍ડની ટિકિટ બુકમાઈશોની એપ્‍સ અને વેબસાઈટ પર ૨૨મી જાન્‍યુઆરી ૨૦૨૫થી ઓનલાઈન ઉપલબ્‍ધ થશે. ટિકિટની કિંમત રૂ. ૧૫૦૦/- થી રૂ. ૭૦૦૦/- મેચ સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે.ભારતીય ટીમ આ મુજબ છે.સૂર્યકુમાર યાદવ  કેપ્‍ટન, અક્ષર પટેલ , વાઈસ કેપ્‍ટન હાર્દિક પંડ્‍યા ,સંજુ સેમસન -,વિકેટ કીપર નીતિશ કુમાર રેડ્ડી, તિલક વર્મા ,રિંકુ સિંહ, મોહમ્‍મદ શમી ,અર્શદીપ સિંહ ,અભિષેક શર્મા ,હર્ષિત રાણા ,વરુણ ચક્રવર્તી ,રવિ બિ્‌શનોઈ ,વોશિંગ્‍ટન સુંદર, ધ્રુવ જુરેલ -,વિકેટ કીપર, સૌરાષ્‍ટ્રના સિતાંશુ કોટક ટીમ ઈન્‍ડિયાના બેટિંગ કોચ છે

(3:30 PM IST)