<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

કોઠારીયા રોડ પર રાધેશ્‍યામ સોસાયટીના બે મિત્રોને અહિથી કેમ નીકળ્‍યા કહી ધોકા-પાઇપથી ફટકારાયા

કુલદિપસિંહ ડાભી અને કિર્તન અજાગીયાને ભરત કુવાડીયા, મેહુલ, મયુર અને દાનાએ માર માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રહેતાં યુવાન અને તેના મિત્ર પર કોઠારીયા રોડ બાલાજી હનુમાન મઢી નજીક ચાર શખ્‍સોએ તમે અહિથી શુ઼ કામ નીકળ્‍યા? કહી માર મારતાં અને ઢીકાપાટુ પણ મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રાધેશ્‍યામ સોસાયટીમાં રહેતો અને ઓનલાઇન કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો કુલદિપસિંહ જનકસિંહ ડાભી (ઉ.વ.૨૧) અને તેનો મિત્‍બર કિર્તન કનૈયાલાલ અજાગીયા (ઉ.વ.૨૦) સાંજે આઠેક વાગ્‍યે કોઠારીયા રોડ બાલજી હનુમાન મઢી નજીક પાણીના પરબ પાસેભરત કુવાડીયાની ભજીયાની રેંકડી પાસેથી ટુવ્‍હીલર પર નીકળતા ચાર શખ્‍સોએ આંતરી ઝઘડો કરી પાઇપ-ધોકાથી માર મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ એચ. વી. મોરવાણીયાએ હોસ્‍પિટલે પહોંચી કુલદિપસિંહની ફરિયાદ પરથી મેહુલ કુવાડીયા, ભરત કુવાડીયા, દાના કુવાડીયા અને મયુર  કુવાડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. કુલદિપસિંહના કહેવા મુજબ હું અને મિત્ર કિર્તન ભરતની ભજીયાની રેંકડી પાસેથી નીકળતાં તેણે તમારે અહિથી નીકળવું નહિ તેમ કહી ઝઘડો કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ભરત સહિતના ચારેયએ પાઇપ-ધોકાથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

(3:15 PM IST)