<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

જય વીરદાદા જશરાજ...ના જયઘોષ સાથે રઘુવંશીઓની આમંત્રણ રેલીનું ‘અકિલા'ના આંગણે સ્‍વાગત

 

રાજકોટ : આગામી ૨૨મી ના મંગળવારે વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે શ્રી રઘુવંશી લોહાણા પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમસ્‍ત લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. દરમિયાન ગત શનિવારે વિશાળ આમંત્રણ બાઇક રેલી નિકળી હતી. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર નિકળી હતી. આ આમંત્રણ રેલી અકિલા કાર્યાલય ખાતે પહોંચતા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અકિલા કાર્યાલય ખાતે જય વીરદાદા જશરાજનો નાદ ગુંજી ઉઠયો હતો. તસ્‍વીરમાં રઘુવંશી ભાઇ-બહેનો સાથે કિરીટભાઇ ગણાત્રા નજરે પડે છે.(તસ્‍વીરઃઅશોક બગથરીયા)

(3:24 PM IST)