News of Monday, 20th January 2025
જય વીરદાદા જસરાજઃ રઘુવંશીઓની વિશાળ આમંત્રણ રેલી યોજાઇ
રેલીમાં વિશાળ સંખ્યામાં રઘુવંશીઓ ઉમટી પડયાઃ જય જલારામ, જય વીરદાદા જસરાજના નાદથી ગુંજી ઉઠયા શહેરના રાજમાર્ગો. આવતીકાલે રેસકોર્સ ખાતે દેવાયત ખવડ, લાખણસી ગઢવી, મીત દેસાણી, સુખરામ ડાંગરનો ભવ્ય લોકડાયરો કમલેશ મીરાણી,મનીષ રાડીયા,વિક્રમ પૂજારા, વર્ષાબેન પાંધી અને દક્ષાબેન વસાણી રેલીને પ્રસ્થાન કરાવ્યું

રાજકોટઃ રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુલદેવતા વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે તા. રરને બુધવારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. જેને અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે શનિવારે સમસ્ત રઘુવંશીઓ દ્વારા વીરદાદા જશરાજ શૌર્ય દિન ઉજવણી અંતર્ગત વિશાળ આમંત્રણ-બાઇક રેલી નીકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં રઘુવંશીઓ બાઇક સાથે લોકો ઉમટયા હતા.
રાજકોટ શહેરના રાજમાર્ગો જય જલારામ, જય વીરદાદા જશરાજના નાદથી ગુંજી ઉઠયા હતા. રઘુકુળના વંશજો એવા લોહાણા સમાજે એકતા અને ભાઇચારાની એક કેડી કંડારી હતી. રઘુવંશી સમાજના આગેવાનો, જલારામ જયંતીના આયોજકો યુવાનો મહિલાઓથી માંડી સૌ કોઇ આ આમંત્રણ- બાઇક રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર પણ જોડાઇ હતી. આ આમંત્રણ રેલીનું અકિલા પ્રેસ ખાતે અકિલાના મોભી અને રઘુવંશી પરિવારના આદરણીય કિરીટભાઇ ગણાત્રાએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટ માનપાના શાસક પક્ષના દંડક મનીષ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, કોર્પોરેટર વર્ષાબેન પાંધી અને દક્ષાબેન વસાણી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વિશાળ રેલી રાજકોટના વિવિધ માર્ગો જેવા કે અકિલા ચોક, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ કાર્યાલય, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક, જયુબિલી ચોક, નાગરિક બેન્ક ચોક,પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, ગોંૅડલ રોડ, ભૂતખાના ચોક, બસ સ્ટેશન, ઢેબર રોડ, ત્રિકોણબાગથી થઇ જાગનાથ મંદિરે પરત ફરી હતી. ત્યારબાદ સૌ કોઇ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટના સભ્ય બનવા માટે ૮૧૪૧૪ ૮૮ર૮૮ નંબરના વ્હોટ્સHI અપ પર લખીને મેસેજ મોકલવો. ત્યારબાદ આવેલ ફોર્મ ભરવું જરૂરી છે. ત્યારબાદ સભ્ય નંબર મળી જશે.
(3:31 PM IST)










