<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ગોંડલ રોડ-સ્‍વામિનારાયણ ગુરૂકૂળમાં BAPS સંસ્‍થા દ્વારા ખૂલ્લેઆમ શરતભંગઃ મામલતદારે રીપોર્ટ પાઠવ્‍યો

૧૦ હજાર ચો.મી.ના ઔદ્યોગીક હેતુના ૧૦ પ્‍લોટ ઉપર પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ-મંદિર ઉભું કરી દીધાનો ઉલ્લેખ... તાલુકા મામલતદાર મકવાણા સાથે વાતચીતઃ RMCનાં કોઇ પુરાવા આવ્‍યા નથીઃ સીટી પ્રાંત-ર મારફત કલેકટરને શરતભંગ કરવા દરખાસ્‍ત

રાજકોટ તા. ર૦: ગોંડલ રોડ પર આવેલ વિખ્‍યાત સ્‍વામિનારાયણ ગુરૂકૂળ સંસ્‍થા-BAPS ની અંદર વર્ષોથી ઔદ્યોગિક હેતુ માટે ફાળવાયેલ ૧૦ હજાર ચો.મી. જમીનમાં ખુલ્લેઆમ શરતભંગ થયાનું બહાર આવતા તે અંગેનો આકરો રીપોર્ટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ સીટી પ્રાંત-ર ડો. મહેક જૈન મારફત કલેકટરને ફાળવી દેતા સન્‍નાટો પ્રસરી ગયો છે.

આ અંગે વિગતો આપતા તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ ‘‘અકિલા''ને જણાવેલ કે યુએલસી ફાજલ પ્‍લોટ સર્વે નં. ૭૯ ની ૧૦ હજાર ચો.મી. જમીન ઔદ્યોગિક હેતુ માટે અપાયેલ, પરંતુ ત્‍યાં સ્‍વા. ગુરૂકૂળ સંસ્‍થા દ્વારા કોર્મશીયલ ઉપયોગ કરી પ્રેમવતી નામનું રેસ્‍ટોરન્‍ટ, સ્‍વીમીંગ પૂલ, બગીચો, તથા મંદિર બનાવી નાંખ્‍યા હતા, આથી શરતભંગ થતો હોય કલેકટરને રીપોર્ટ કરાયો છે.

તાલુકા મામલતદારે જણાવેલ કે સંસ્‍થા દ્વારા RMC  ના પુરાવા આપવા અંગે અમોને જણાવેલ, પરંતુ તે આપ્‍યા નથી, અને ખૂલ્લે આમ શરતભંગ હોય કલેકટરને દરખાસ્‍ત કરી દેવાઇ છે, હવે કલેકટર  RMC ના પુરાવા અંગે સ્‍વા. ગુરૂકુળ સંસ્‍થાને નોટીસ આપી સુ઼નાવણી હાથ ધરશે અને બાદમાં ચૂકાદો જાહેર કરશે.

(3:32 PM IST)