News of Monday, 20th January 2025
હિરાસર એરપોર્ટ પર પ્લેન હાઇજેકિંગ સમયે એરોડ્રામ કમિટીની ભૂમીકા અંગે સમીક્ષા બેઠક

રાજકોટ તા. ર૦: રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતે એરોડ્રામ કમિટીની બેઠક ડી.સી.પી. શ્રી સજજનસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં પ્લેન હાઇજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા અંગે સમીક્ષા કરાઇ હતી.
પ્લેન હાઇજેકિંગ સમયે એરોડ્રામ કમિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે જેની કામગીરી અંગે સમીક્ષા કરાઇ હતી. કમિટીના વિવિધ વિભાગોની કામગીરી અને તકેદારી અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમિતિમાં એરપોર્ટ ઓથોરિટી, આરોગ્ય, ફાયર વિભાગ, મીડિયા સહિતના વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે એરપોર્ટ ઓથોરિટીના ડિરેકટર દિગંત બોહરા, સી.એસ.ઓ. અમિતકુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુકત માહિતી નિયામક મિતેષ મોડસિયા, સી.આઇ.એસ.એફ. ઇન્સ્પેકટર એકિઝકયુટિવ મહેશ સિંહ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટાફ, આર.એમ.ઓ. એચ. એ. દુસારા સહિત વિવિધ એરલાયસન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:41 PM IST)










