News of Monday, 20th January 2025
ગૌ-ઉપાસક વીર દાદા જસરાજજીના શૌર્યદિન નિમિત્તે કાલે દેવાયત ખવડનો લોકડાયરો
કાલે રાત્રે લોકડાયરો : તમામ રકમ ગૌ-સેવામાં આપવામાં આવશે :તમામ ગૌ-ભક્તો, સનાતનીઓને લોક ડાયરામાં પધારવા રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટનું ભાવભર્યુ જાહેર આમંત્રણ : રેસકોર્ષ મેદાન ખાતે મંગળવારે : રાત્રે ૮ વાગ્યાથી જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ, લાખણશીભાઇ ગઢવી સહિતના દિગ્ગજ કલાકારો આગવી શૈલીમાં શ્રોતાઓને રસ તરબોળ કરશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મયુરભાઇ નથવાણી, નિરવ રાયચુરા, રવિ માણેક, રુષી ગણાત્રા, જયદીપ કોટક, ભાવેશભાઇ સવાણી, હર્ષ પૂજારા, ચંદન પૂજારા, તીર્થ રાજુની, ચંદ્રકાંત લશ્કરી, રામભાઇ બાંભવા, જતીન ઉનડકડ, હરેશભાઇ રબારી, યશવંત સવાણી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૪૦.૧૪)
રાજકોટ તા.૨૦: લોહાણા સમાજના કુળદેવતા, આરાધ્ય દેવ, ગૌ ઉપાસક, વીરદાદા જસરાજજીના ૨૨ જાન્યુઆરીએ શૌર્યદિન નિમિત્તે રાજકોટમાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષ ખાાતે ૨૧ જાન્યુઆરીની રાતે ગૌ શાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં તમામ ગૌ-ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય મયૂર નથવાણી (દ્વારકાધિશ હોટલ), નિરવ રાયચુરા (સનાતન નવરાત્રી ગ્રુપ) દ્વારા ૨૧ જાન્યુઆરીની રાતે રેસકોર્ષ મેદાન ખાતે રાતે ૮ વાગ્યે ગૌ-શાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ગુજરાતના નામાંકિત લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ અને લાખણશીભાઇ ગઢવી પોતાની આગવી શૈલીમાં વીરરસ તથા લોક સાઅિત્યની રંગત સાથે શ્રોતાઓને રસ તરબોળ કરી દેશે. આ લોક ડાયરામાં બન્ને લોક સાહિત્યકારને મીતભાઇ દેસાણી અને સુખદેવભાઇ આહિર સાથ આપશે.
આ લોક ડાયરાનો મુખ્ય હેતુ રાજકોટ શહેર અને જિલ્લામાં હજ્જારો ગૌ-માતાઓનો નિભાવ કરતી ગૌ શાળાને મદદરૂપ થવાનો છે. ડાયરા થકી જે કાંઇ ભંડોળ એકત્ર થશે એ તમામ ભંડોળ ગૌઅમાતાને અર્પણ કરી રાજકોટ શહેર, જિલ્લાની ગૌ-શાળાને આપવામાં આવશે.
શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના મયુરભાઇ નથવાણી અને નિરવ રાયચુરાએ રાજકોટ શહેર, જિલ્લાના ગૌ-ભક્તો, ગૌ-પ્રેમીઓ અને સનાતનીઓને ગૌ-શાળા માટે યોજનાર લોક ડાયરો માણવા મોટી સંખ્યામાં હાજર રહી ગૌ-વંશના આશિર્વાદ લેવા ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
નાત જમણ (જ્ઞાતિ સમૂહ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું છે. આ નાત જમણમાં મહાપ્રસાદ અને જ્ઞાતિ ગંગાના દર્શન કરાવવા માટે શહેરમાં વસવાટ કરતા સમસ્ત રઘુવંશી સમાજને આમંત્રણ આપવા માટે શનિવારે બપોરે જાગનાથ મંદિર ચોકમમાંથી બાઇક રેલી નીકળી હતી. આ રેલી અકિલા ચોક (જિલ્લા પંચાયત ચોક), ફૂલછાબ ચોક, અકિલા પ્રેસ કાર્યાલય, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક, જ્યુબેલી ચોક, નાગરીક બેંક ચોક, પરાબજાર, ધમેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, પેલેસ રોડ ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, ભૂતખાના ચોક, બસ સ્ટેશન, ઢેબર રોડ, ત્રિકોણબાગ સહિત વિવિભ રાજમાર્ગ પર ફરી હતી. રેલીમાં રઘુવંશી યુવાનો, યુવતીઓ અને મહિલાઓ સાફા પહેરી ઢોલ-નગારા સાથે રાજકોટના સમસ્તત રઘુવંશી પરિવારને નાત જમણના મહાપ્રસાદનો અચૂક લાભ લેવા સહ્રદય આમંત્રણ પાઠવ્યું હતું. સ્થળ છે રેસકોર્ષ મેદાન, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫, સમય રાત્રે ૮ સનાતનઓને આ ડાયરો માણવા ફરી આમંત્રણ અપાયું છે.
(3:42 PM IST)










