News of Monday, 20th January 2025
જિલ્લા પંચાયતની સામાન્ય સભા ફટાફટ પૂર્ણઃ નાણાપંચની ગ્રાન્ટમાંથી ૮ર૭ લાખના કામોને મંજુરી
જળસંચય, આરોગ્ય, આંગણવાડી વગેરે માટે નાણા ફાળવણી પોતાને ઓછી ગ્રાન્ટ ફાળવાયાનો કોંગી સભ્ય સાકરિયાનો આક્ષેપ

રાજકોટ તા. ર૦: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં મળેલ જેમાં વર્ષ ર૦ર૦-ર૧થી વર્ષ ર૦ર૪-રપના કામો મંજુર કરવામાં આવેલ. સ્વભંડોળમાંથી ચાલુ વર્ષના કામોને મંજુરી આપવામાં આવેલ નાણાપંચમાંથી રૂા. ૮ર૭ લાખના વિકાસ કામો પૂર્ણ કરી આખરી મંજુરી માટે વિકાસ કમિશનરને મોકલવા ઠરાવ કરવામાં આવેલ પ્રશ્નોત્તરી કે અન્ય કોઇ બાબતો ન હોવાથી સામાન્ય સભા ૧૦ થી ૧પ મીનીટમાં પૂર્ણ થઇ ગઇ હતી. સભા પ્રારંભે રાષ્ટ્રગીત ગાવામાં આવેલ પંચાયતના વર્ગ-૪ના ૧ કર્મચારીનું દુઃખદ અવસાન થતા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડયુટી ગ્રાંટ (સ્વભંડોળ) વર્ષ ર૦ર૪-રપમાંથી સબંધિત સદ્સ્યશ્રી દ્વારા સુચવેલ કુલ ર૪૩ વિકાસના કામોને બહાલી આપવા જિલ્લા કક્ષાનું ૧૦% નાણાપંચનાં હેતુફેર કરવા માટે તથા સ્પષ્ટીકરણ કરવા માટે વર્ષ ર૦ર૦-ર૧ થી વર્ષ ર૦ર૪-રપના કુલ ૧પ કામો સૂચવેલ છે જે કામોમાં ફેરફાર કરવાનો ઠરાવ તથા જિલ્લા કક્ષાનું ૧૦% નાણાપંચનાં વ્યાજની બચત રહેલ રકમમાંથી નિયત રેશિયો પ્રમાણે કુલ રર કામો સૂચવવામાં આવેલ છે જે કામો સામાન્ય સભામાં મંજુર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.૧પમું નાણાપંચ જિલ્લા કક્ષા આયોજન (૧૦%) વર્ષ ર૦રપ-ર૬ માટે ટાઇડ ગ્રાન્ટ કુલ રકમ રૂપિયા ૪૯૬ લાખ, અનટાઇડ ગ્રાન્ટ કુલ રકમ રૂપિયા ૩૩૦ લાખ, એમ કુલ રકમ રૂપિયા ૮ર૭ લાખના વિકાસ કામો મંજુર કરી વિકાસ કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે સૈધાન્તિક મંજુરી મેળવવા મોકલવા આજની ખાસ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ.
મુખ્ય જોગવાઇઃ (૧) ૩૬ પ્રાથમિક શાળાઓમાં સોલાર રૂફ ટોપ માટે કુલ ૪પ લાખ તથા (ર) પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ હોસ્પિટલ માટે કુલ ૭.પ લાખ (૩) પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોલાર રુફ ટોપ માટે કુલ ૧પ લાખ (૪) ૭ર ગામે જળ સંચયના કામો માટે કુલ ૪૩ લાખ. (પ) ૧ર પશુ દવાખાના માટે વેકસીન સાચવવા રેફ્રીજરેટર માટે કુલ ૯ લાખ (૬) ર૭પ માટે આંગણવાડી ખાતે આર.ઓ.સીસ્ટમ માટે કુલ રર લાખ (૭) ૧૩૬૦ આંગણવાઠડી ખાતે બ્લૂラટુથ સ્પીકર માટે કુલ ૧૦ લાખ (૮) ઇ ગ્રામ સેન્ટરમાં કમ્પ્યુટર સ્કેનર માટે કુલ ૧૦ લાખ (૯) પ આયુર્વેદ વાટીકા માટે કુલ પ લાખ (૧૦) ઘન કચરાના કિાલ માટે ૩૬ ટ્રેકટર માટે કુલ ૧૯૬ લાખ તથા ૩૬ ટીપરવેન માટે કુલ ૧૯૬ લાખ વગેરેનો સમાવેશ થાય છે
(3:51 PM IST)










