<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ઓનલાઇન ફ્રોડના ગુનામાં નાસતો ફરતો સંજય ઝાપડીયાને ફરલો સ્‍કવોડે દબોચ્‍યો

પેરોલ ફરલો સ્‍કવોડના પી.આઇ.બી.એમ. ઝણકાટની રાહબરી હેઠળ પી.એસ.આઇ.જે.જી. તેરૈયા તથા ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૦: સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને પેરોલ ફરલો સ્‍કવોડે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ ઁવિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે  પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી પેરોલ ફરલો સ્‍કવોડના પી.આઇ.બી.એમ. ઝણકાટના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.તેરૈયા સ્‍ટાફ સાથે આરોપીઓની  શોધમાં હતા. ત્‍યારે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો શખ્‍સ રાજકોટમાં હોવાની બાતમી મળતા ઓનલાઇન છેતરપીંડીના ગુનામાં સામેલ સંજય વિઠ્ઠલભાઇ ઝાપડીયા (ઉ.વ. ૩૨) (રહે. રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૧૪ જંગલેશ્વર મૂળ ઇતરીયા ગામ બોટાદને પકડી લીધો હતો. આ કામગીરી પેરોલ ફરલો સ્‍કવોડના પી.એસ.આઇ.જે.જી. તેરૈયા એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીક, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ, રાજદિપસિંહ ચોૈહાણ, શામતભાઇ ગઢવી , સીરાજભાઇ ચાાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા યોગેન્‍દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા કોન્‍સ. દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી

(5:00 PM IST)