News of Monday, 20th January 2025
રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભજન સંધ્યાનો યોજાઇ ગયેલ કાર્યક્રમ
ગાયક ભદ્રેશભાઇ માણેક, રશ્મિબેન માણેક, પરેશભાઇ પંડયા, પૂજાબેન દવેએ ભાવિકોને ભજન સંધ્યાનું રસપાન કરાવ્યું : શહેરના તમામ જલારામ જયંતીના આયોજકો અને ટ્રસ્ટના આગેવાનો સાથે બાળક રેલી, નાત જમણ સહિતના કાર્યક્રમોને લઇ મિટીંગ

રાજકોટ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુલદેવતા વીરદાદા જશરાજજીના શોર્ય દિન નિમિત્તે તા.૨૨ ને બુધવારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે ગઇકાલે ટ્રસ્ટની મહિલા સમિતિ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાયક ભદ્રેશભાઇ માણેક, રશ્મિબેન માણેક, પરેશભાઇ પંડયા, પૂજાબેન દવેએ ભાવિકોને ભજન સંધ્યાનું રસપાન કરાવ્યું હતું.જ્યારે કિશનભાઇ મીરાણી, મનોજભાઇ લોખાણી, જતીનભાઇ જીવરાજનીએ સંગીતના સૂરો રેલાવ્યા હતા. જેમાં કલાકારોએ આજ યમુના પધાર્યા મારે ઘેર, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, મારા ઘટમાં બીરાજતા શ્રીનાથજી, મને પ્યારૂ લાગે શ્રીજી તારૂ નામ, નગર મે જોગી આયા, વીરપુર જાવુ કે સતાધાર જાવું સહિતના ભજનો ગાઇ સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. દાણાપીઠ વેપારી એસોસિયેશનના પ્રમુખ બીપીનભાઇ કેસરીયા, બીપીનભાઇ બુદ્ધદેવ, અજયભાઇ કારીયા, જગુભાઇ રૂઘાણી, હર્ષદભાઇ પૂજારા, ડો.પીનાબેન કોટક, વર્ષાબેન પાંધી, ચેતનાબેન સવજાણી, સોનલબેન સોમૈયા, મીનાબેન સુચક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના તમામ જલારામ જયંતિના આયોજકો રમેશભાઇ ઠક્કર, મનુભાઇ જોબનપુત્રા, ચંદુભાઇ રાયચુરા, પ્રવિણભાઇ કાનાબાર, બલરામ કારીયા, પરેશભાઇ પોપટ, મનોજભાઇ ચતવાણી, યોગેશભાઇ સોમૈયા, અશોકભાઇ હિંડોચા, જવીનભાઇ છગ, અમિતભાઇ અઢિયા, જતીનભાઇ દક્ષિણી, અશોક મીરાણી રાજુભાઇ ગંગદેવ, પરેશભાઇ તન્ના, ભદ્રેશભાઇ રાયઠઠ્ઠા, રાજેશભાઇ તન્ના, હિતેષ અનડકટ, ભાવેશ રૂપારેલીયા, ભરતભાઇ કોટક, જગદીશભાઇ ભોજાણી અને ટ્રસ્ટના આગેવોનો વચ્ચે બાઇક રેલી, ડાયરો, નાત જમણ સહિતના કાર્યક્રમોને લઇ મિટીંગ યોજાઇ હતી. જેમાં આગામી કાર્યક્રમને લઇને એક રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. કાર્ર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ ભોજન પ્રસાદ સાથે લીધો હતો. રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટના સભ્ય બનવા માટે ૮૧૪૧૪૮૮૨૮૮ નંબરના વ્હોટસપ એપ પર જય લખીને મેસેજ મોકલવો. ત્યારબાદ આવેલ ફોર્મ ભરવુ જરૂરી છે. ત્યારબાદ સભ્ય નંબર મળી જશે તેમ યાદીમાં જણાવાયું છે.
(4:02 PM IST)










