News of Monday, 20th January 2025
છાત્રાઓને કરાટે તાલીમમાં મોટી ગરબડ
એક જ સંસ્થાને વારંવાર કોન્ટ્રાક્ટ : નિર્ભયા સંસ્થા દ્વારા તાલીમના નામે લોટ પાણીને લાકડા : રાજકોટ જિલ્લામાં બાવીસ કરોડનો તીવ્ર આક્રોશ, ઉચ્ચકાક્ષાએ રજૂઆત

રાજકોટ : વિદ્યાર્થીનીઓને કરાટેની તાલીમના નામે મોટી ગરબડ થઇ રહી હોવાનું જાણવા મળે છે. ૩૬ દિવસની તાલીમ માત્ર બે-ત્રણ દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે. અને વર્ષોથી માત્ર એક જ સંસ્થાને કોન્ટ્રાક્ટ મળતો હોવાનો તિવ્ર આક્રોશ રાજકોટ કરાટે યુનિયન એસોસીએશન દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટ કરાટે યુનિયન એસોસીએસનના આગેવાનોએ જણાવેલ કે આજે RTI દાખલ DDO કલેકટર પોલીસી ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા હાલની પરિસ્થીતીમાં દરેક બહેનોને સ્વરક્ષણ ની જરૂરીયાતત હોઇ તેઓ જુડો કરાટે શીખી પોતાનું રક્ષણ પોતે જાતે જ કરી શકે તે હેતુથી ઘણા બધા પ્રકારની એડવાન્સ નિશુલ્ક જુડો કરાટે તેમજ સેલ્ફડીફેન્સ તાલિમ કેમ્પનું બહેનોમાં હિંમત, સાહસ અને આત્મવિશ્વાસ જેવા ગુણોની ખીલવણી કરી બહેનો પોતાનું રક્ષણ પોતે કરી શકે તે હેતુથી આયોજન કરેલ છે. જે સરકારનો ખુબ જ ઉમદા તેમજ સરાહનીય હેતુ ગણી શકાય.
બહેનો માટે અસલામતીભર્યા વાતાવરણમાં પોતાનું સ્વરક્ષણ કરી શકે તે હેતુથી સરકારે દરેક વિસ્તારમાં સુરક્ષા સેતુ અંતર્ગત બહેનોને સ્વરક્ષણ તાલિમ તેમજ દરેક શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને રાણી લક્ષ્મીબાઇ સ્વરક્ષ્ચણ તાલિમના નામ એ દર વર્ષે ૩૬ દિવસની તાલિમ આપવાનું આયોજન કરેલ છે. હવે રાજકોટમાં ૬૦૦થી વધુ શાળાઓ અને મોરબીમાં ૪૫૦થી વધુ શાળાઓ આમ મળીને પુરા ગુજરાતમાં અંદાજે ૧૫૦૦૦ શાળાઓ માં આ તાલિમ માત્ર ૨-૩ મહીનામાં પુર્ણ કરવાની હોય છે, રાજકોટ જીલ્લામાં પ્રોપર કોચ માત્ર ૨૫ થી ૩૦ છે જે જોતા ગુજરાતમાં અંદાજે ટોટલ ૬૦૦ જેટલા પ્રોપર કોચ ગણી શકાય પરંતુ આખા ગુજરાતનો કોન્ટ્રાકટ માત્ર ૧૫ થી ૨૦ કરાટે બેકગ્રાઉન્ડ ન ધરાવતી સંસ્થાઓ તેમજ પ થી ૭ કરાટે બેકગ્રાઉન્ડ ધરાવતી સંસ્થાઓને મળે છે જેને લીધે ૯૦ ટકા તાલિમ કરાટે ન આવડતા લોકો આપે છે. આવી તાલીમ જો ખરેખર ૨-૩ મહિનામાં આપવી હોય તો અંદાજે ૨૫૦૦થી વધુ કોચની જરૂરીયાત પડે. જે દેખીતી દષ્ટીએ શક્ય નથી માટે લેભાગુ લોકો દ્વારા આનો લાભ ઉઠાવી શાળા દીઠ રૂપિયા ૧૫૦૦૦ મેળવી જેમાંથી ખોટા ઉભા કરેલા કોચને ૫ શાળાના ૧૫ થી ૧૮ હજાર એટલે કે શાળા દીઠ રૂપિયા ૩૦૦૦ થી ૩૫૦૦ અપાય અને બાકીના રૂપિયા બાકી બધા વહેંચી લે તેવો સીનેરીયો ઉભો થયેલ છે. જેમાં બધાની મીલીભગત હોવાથી આને રોકવા વાળું કોઇ છે જ નહિં આમ દિકરીઓને શાળામાં કરાટે તાલિમના બહાને દર વર્ષે રૂપિયા ૨૦ થી ૨૫ કરોડનું કૌભાંડ થાય છે. જેમાં ૧૦ ટકા પણ પ્રોપર તાલિમ આપવામાં આવતી ન હોવાનું જણાવાયું છે.
(4:38 PM IST)










