News of Monday, 20th January 2025
સરકારી કચેરીઓનો અબજોનો વેરો બાકીઃ માત્ર નોટીસથી મનપાને સંતોષ!
વેરા વસુલાત શાખાએ ૩ મિલ્કતોને સીલ કરી ૪ નળ કપાત કર્યાઃ રૂા. ર૧ લાખથી વધુની વસુલાત કુલ ૧૧૭૪ કરોડથી વધુના લેણા સામે આજદિન સુધી ૩૪૦.૧૦ કરોડની વસુલાતઃ તંત્ર વધુ કડક બનશે?

રાજકોટ તા. ર૦ :.. મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રૂા. ૧૧૭૪.૭૮ કરોડના કુલ બાકી વેરા સામે તા. ૧૩ સુધીમાં ૩૩૭.૧૮ કરોડનો વેરો વસુલવામાં આવ્યો છે. જયારે પ૮ર મિલ્કતો સીલ કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જનરલ બોર્ડમાં પુછાયેલ પ્રશ્નનો લેખીતમાં જવાબ આપ્યો છે. જયારે અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારની પ લાખથી વધુ બાકીની કુલ ર૭૯ મિલ્કતોને બાકી વેરો ચૂકવવા ડીમાન્ડ લેટર અપાયાનું પણ તંત્રએ લેખીતમાં જણાવ્યું હતું. જયારે આજરોજ વેરા શાખા દ્વારા ૩ મિલ્કતોને સીલ મારેલ તથા ૪ નળ કનેકશન કપાત કરતા બપોર સુધીમાં ર૧ લાખથી વધુની વસુલાત થવા પામી હતી.
૫૮૨ મિલ્કતો સીલ
મનપાએ જણાવેલ કે તમામ બાકિદારોને પોસ્ટ વિભાગ મારફત બીલ-કમ-ડિમાન્ડ નોટીસની મોકલવા પોસ્ટ વિભાગને આપવામાં આવેલ છે. ૫૦,૦૦૦ થી વધુ રકમના બાકિદારોને રૂબરૂ બીલ-કમ-ડિમાન્ડ નોટીસની રૂબરૂ બજવણી કારવામાં આવેલ છે, જેમાં કુલ ૧૩૦૪૧ બાકીદારોને રૂબરૂ બજવણી કરવામાં આવેલ છે.
વોર્ડ ઓફિસ ખાતેથી બાકિદારોને ટેલિફોનીક જાણ કરવામાં આવે છે. રૂબરૂ નોટીસ બજવણી કરવા છતા બીલ ન ભરપાઈ કરનાર બાકિદારોને જપ્તી અંગેની નોટીસ આપવામાં આવેલ છે. જેમાં કુલ ૫૭૬૧ બાકીદારોને જપ્તી અંગેની નોટીસ આપવામાં આવેલ છે.
જપ્તીની નોટીસ આપ્યા બાદ પણ બીલ ન ભરપાઇ કરનાર બાકિદારોની મિલ્કતો સીલ/નળ કનેકશન કપાત કરવામાં આવે છે. જેમાં કુલ ૧૪૫૦ મિલકતો માં સીલની કાર્યવાહી કરતા ૮૬૮ મિલકતોમાં વસુલાત આવેલ તથા પ૮૨ મિલકતો સીલ કરવામાં આવેલ છે.
સીલ કરેલ મિલ્કતોનો વેરો ભરપાઈ ન કરનાર બાકિદારોની મિલ્કતોની હરરાજી કરેલ વેરો વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ તા. ૧૩ ની સ્થિતિએ કુલ ૧૧૭૪.૭૮ કરોડ માંગણાની સામે ૩૩૭.૧૮ કરોડ વેરો વસુલ કરવામાં આવેલ છે.
૪ નળ કનેકશન કટ્ટ
મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૩-મિલક્તોને સીલ મારેલ તથા ૮-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૨-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ. ૪-નળ કનેક્શન કપાત તથા ૧-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી થયેલ.આજના દિન ની રીકવરી રૂા.૨૧.૦૬ લાખ થવા પામી હતી.
જેમાં વોર્ડ નં-૬માં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૩-નળ કનેક્શન કપાત. વોર્ડ નં-૧૭માં ખોડીયાર મેઇન રોડ પર આવેલ ૧-નળ કનેક્શન કપાત. સરકાર નગર મેઇન રોડ પરા આવેલ ૨ラયુનિટ સીલ.(સીલ) કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૧-યુનિટ સીલ.(સીલ)
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે
(4:46 PM IST)










