News of Monday, 20th January 2025
છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૫૬૬ કેસ
મચ્છરોએ ફરી માથુ ઉંચકયુઃ ચીકનગુનીયાનો એક દર્દી આરોગ્ય શાખા દ્વારા ૭૨૨ ઘરોમાં ફોગીંગનો દાવોઃ મચ્છર ઉત્પતી સબબ ૪૦૭ ને નોટીસ

રાજકોટ તા.૨૦: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૫૬૬ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૩ જાન્યુઆરી થી તા.૧૯ જાન્યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાનો એક કેસ
છેલ્લા સપ્તાહમાં ચિકનગુનીયાના એક કેસ નોંધાયો છે. જયારે ડેન્ગ્યુ, મેલેરીયા નોંધાયો નથી. સીઝનનાં મેલેરીયા અને ડેન્ગ્ય ુ અને ચિકનગુનિયાના એક એક કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૧૫૬૬થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૯૧ તેમજ સામાન્ય તાવના ૬૫૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૧૭ કુલ ૧૫૬૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૮૧૬ તેમજ સામાન્ય તાવના ૨૧૫૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૧૭ તથા ટાઇફોડનો ૧ તેમજ કમળા, મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૪૦૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૯,૨૯૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૨૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૦૭ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.
(5:00 PM IST)










