તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 21st January 2025
રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધઃ કુલ ૧૬૮ બેઠકોઃ ૪ર વોર્ડઃ ૩ર૪ મતદાન મથકો
જસદણ-જેતપૂર-ધોરાજી-ભાયાવદર-ઉપલેટા પાલિકાની ચૂંટણી અંગે ધમધમાટ શરૂ...તાલુકા પંચાયતમાં ૬ બેઠક માટે પેટા ચૂંટણી થશેઃ સાંજે ૪ વાગ્યે કલેકટર કચેરી ખાતે R.O.-AROને તાલીમ

રાજકોટ તા. ર૧: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ એડી. કલેકટર શ્રી આલોક ગૌતમના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકા જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા માટે ચૂંટણી તંત્રે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી છે, જેમાં પાંચેય પાલીકાની થઇને કુલ ૧૬૮ બેઠકો માટે મતદાન થશે, ૪ર વોર્ડ રહેશે, અને ૩ર૪ મતદાન મથકો ઉભા કરાશે.પાલીકા વાઇસ જોઇએ તો જસદણમાં ૭ વોર્ડ, ર૮ બેઠક અને ૪૪ બૂથ, જેતપુર-૧૧ વોર્ડ, ૪૪ બેઠક, ૧૧૮ બૂથ, ધોરાજીમાં ૯ વોર્ડ, ૩૬ બેઠક તથા ૮પ બૂથ, ભાયાવદર-૬ વોર્ડ, ર૪ બેઠક અને ર૧ બૂથ તથા ઉપલેટામાં ૯ વોર્ડ, ૩૬ બેઠક-પ૬ બૂથનો સમાવેશ થાય છે, જાહેર થનાર ચૂંટણી સંદર્ભે આજે એડી. કલેકટરે બપોર બાદ કલેકટર કચેરી ખાતે તમામ આર.ઓ., અને એ.આર.ઓ.ની ખાસ તાલીમ રાખી છે.
અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલિકાની ચૂંટણી સાથોસાથ, તાલુકા પંચાયતની ૬ બેઠકની પેટા ચૂંટણી થશે, જેમાં ઉપલેટામાં ડૂમીયાણી અને મોટી પાનેલી, જસદણમાં આબરણી-ભાડલા, જેતપુરમાં-પીઠડીયા તથા ગોંડલમાં સૂલતાનપૂર તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી થશે.
(3:03 PM IST)










