<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજકોટ જેલમાં કેદી યુવરાજ મકવાણા કાચ ખાઇ ગયો

રાજકોટ તા. ૨૧: પોપટપરામાં સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા કેદીએ બેરેકમાં કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.  યુવરાજ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૨૫) નામના કેદીએ સાંજે બેરેકમાં કાચ ખાઇ લેતાં જેલના દવાખાનામાં સારવાર અપાવી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. મારામારીના ગુનામાં પાકા કામનો કેદી હોવાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના  રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(3:19 PM IST)