<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

આગામી ર૪મીએ કલેકટર કોન્‍ફરન્‍સઃ ત્‍યારબાદ રાજકોટ કલેકટરની ચિંતન શીબીરઃ કાલે લેન્‍ડગ્રેબીંગ બેઠક

કલેકટર કોન્‍ફરન્‍સમાં કૂલ ર૩ મુદાઃ નવી જંત્રી-દબાણો અંગે ખાસ સમીક્ષા કાલે બપોર બાદ કલેકટરનું બોર્ડઃ રર કેસો અંગે સુનાવણીઃ મોટા ભાગના સામાન્‍ય તકરારીના...

રાજકોટ તા. ર૧: આગામી ર૪મીએ રાજકોટ સહિત રાજયભરના કલેકટરોની એક મહત્‍વની કોન્‍ફરન્‍સ ગાંધીનગર ખાતે મળશે, મુખ્‍ય સચિવ, મહેસૂલ સચિવ, મહેસૂલ અગ્રસચિવ તથા અન્‍ય ઉચ્‍ચ અધીકારીઓની ઉપસ્‍થિતિમાં મળનાર આ કલેકટર કોન્‍ફરન્‍સમાં મહેસૂલના ર૩ મૂદ્દાઓ અંગે સમીક્ષા તથા સૂચનાઓ આવશે, ખાસ કરીને અમલમાં આવનાર નવી જંત્રી-આવેલા વાંધાઓ તથા સરકારી જમીનો ઉપર ઉભા થઇ ગયેલા દબાણો, ધાર્મિક દબાણો અંગે સમીક્ષા થશે.દરમિયાન આ કલેકટર કોન્‍ફરન્‍સ બાદ રાજકોટ કલેકટરની મહત્‍વની ચિંતન શીબીર પણ થવા જઇ રહી છે, જેમાં પ્રવાસન સ્‍થળો તથા અન્‍ય પ્રોજેકટ અંગે નિર્ણયો લેવાશે.

દરમિયાન આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યે ર૦રપની પ્રથમ તથા નવી ગાઇડ લાઇન મુજબ કલેકટરના અધ્‍યક્ષપદે પ્રથમ લેન્‍ડ ગ્રમિટીની બેઠક મળશે, કુલ ૬૩ કેસો અંગે નિર્ણય લેવાશે, આમાં કાલે ૧૭ થી ૧૮ જેટલા પક્ષકારોને પણ નોટીસો આપી તેમને સાંભળવા અંગે બોલાવાયા છે.જયારે કાલે બપોર બાદ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોમાં બોર્ડ મળશે, જેમાં ર૩ કેસો અંગે સૂનાવણી થશે, મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારી અંગેના છે. (૭.ર૯)

(3:38 PM IST)