તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st January 2025
કાલે વૂમન ઇન નેશન બિલ્ડીંગ ‘સિરીઝ-૩'નું આયોજન
ગૃહ ઉદ્યોગ કરતાં બહેનો, નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતી મહિલાઓને જોડાવવાની તકઃ આર.કે.યુનિવર્સીટી કેમ્પ ખાતે કાર્યક્રમઃ રજીસ્ટ્રેશન

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વી કેન ગ્રુપના ડો. પીનાબેન કોટક , તૃપ્તિબેન કોટક, હિનાબેન રાવલ અને ભારતીબેન નથવાણી નજરે પડે છે.
રાજકોટઃ યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલી પરિવર્તનશીલ પહેલના એક ભાગ રૂપે ૨૨ જાન્યુઆરી બુધવારે બપોરે ૩:૧૫ કલાકે કે આર કે યુનિવર્સિટી સિટી કેમ્પ ખાતે ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે.જેમાં વી.કેન.ગ્રુપના ડો.પીના કોટક ડિસ્કશન પેનલમાં સમાવિષ્ટ છે. આ સાથે રાજકોટ ના સખી મંડળો,વિવિધગ્રુપ ચલાવતા બહેનો, કોઇ પણ ક્ષેત્રે કાર્યરત મહિલાઓઆમાં જોડાઇ શકે છે.
આ આર્યાજનમાં વિવિધ ક્ષેત્રમાં પ્રભાવશાળી પરિવર્તન લાવવામાં અને સમાજના ઘડતરમાં મહિલાઓ દ્વારા આપાતા અસાધારણ યોગદાનને મહત્વ અપાયું છે.અને તેની ઉજવણી કરાઇ રહી છે. આ પ્રસંગે સમાજની પથદર્ર્શક મહિલાઓ એકત્ર થશે અને આ યાત્રા દરમયાન ઉભા થયેલા પડકારો રજૂ કરશે તેમ જણાવાયું છે. નિલેશ શુકલના દૂરવંશી નેતૃત્વ હેઠળ યુનિફાઇડ ગ્રોથ ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથી નાવિન્ય પૂર્ણ પ્રભાવશાળી અને સહયોગથી હોય એવી તમામ પહેલમાં હંમેશા અગ્રીમ હરોળ રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતી સંસ્થા સખી મંડળો, બહેનો સ્વ સંચાલિત ગ્રુપો ૭૪૩૩૯૨૭૬૦૬/ ૮૪૦૧૮૯૭૬૦૬ ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવું.
(7:18 PM IST)










