તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
રાજકોટમાં રૈયા ચોકડીએ બોલેરો ચાલકે અકસ્માત સર્જતાં લોકોએ પકડી પરચો બતાવ્યો: બે વાહન અડફેટે લીધા

રાજકોટ: શહેરમાં વધુ એક વખત એક વાહનચાલક બેકાબુ બનતાં બે વાહન ઠોકરે ચડી ગયા હતા.રૈયા ચોકડીએ બોલેરોએ બે વાહનને ઠોકરે લીધા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં અને બોલેરો ચાલક તથા સાથેના શખ્સને પકડી ઠમથોર્યા હતાં. બનેએ છાંટોપાણી લીધાની લોકોમાં ચર્ચા થતી હોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.
(10:29 PM IST)










