તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજકોટ એલસીબીનો સપાટો : પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ધોરાજીનો ફયાઝ ઝડપાયો
આ ઈન્જેક્શન દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઉપયોગમાં લેવાઈ છે :પોલીસે 2 લાખ 85 હજાર 980 રૂપિયાના 1600 થી વધુ ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો

રાજકોટ: રાજકોટ-લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે ધોરાજીમાં રહેતા ફયાઝ આરીફ વાલોરિયા પાસેથી આ પ્રતિબંધિત ઈન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈન્જેક્શન દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ પોલીસે 2 લાખ 85 હજાર 980 રૂપિયાના 1600 થી વધુ ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો છે. સાથે જ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 34 અને પ્રાણી(ઢોર) ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1) હેઠળ ગુનો નોંધ્યો છે
(2:02 PM IST)










