<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જામનગર રોડ-માધાપર વિસ્‍તાર સહિત વધુ ૫ મિલકત સીલ

 

રાજકોટ, તા.૨૨: મ્‍યુનિ. કોર્પોરેશનની આવકનોસ્ત્રોત એવી વેરા શાખા  દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ નો બાકી મિલ્‍કત વેરો વસુલાતની કાર્યવાહી દરમ્‍યાન શહેરના વિવિધ વિસ્‍તારમાં ૦૫ મિલકત સીલ કરવામાં આવી હતી. બપોર સુધીમાં ૨૮.૬૫ લાખની વસુલાત થવા પામી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકાનાં કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત  કાર્યવાહી કરવામાં આવતા જામનગર રોડ, માધાપર, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારમાં બાકી વેરો વસુલવા ૫ મિલ્‍કત સીલ કરવામાં આવી  તેમજ ૧૦ મિલકતોને સીલ તથા ૫ મિલકતને નોટીસ સામે કાર્યવાહી કરતા વસુલાત થવા પામી હતો. જયારે બપોર સુધીમાં રૂા.૨૮.૬૫ લાખની વસુલાત થવા પામી છે. મનપાને મિલકત વેરાની  કુલ  રૂા. ૩૪૦.૯૧ કરોડની આવક થવા પામી આ કામગીરી નાયબ કમિશ્‍નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્‍નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજરે નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(2:30 PM IST)