News of Wednesday, 22nd January 2025
થોરાળા વિસ્તારમાં યુવાન ઉપરના હુમલા કેસમાં આરોપી પિતા-પુત્રને બે વર્ષની સજા
ઘર પાસે કચરો નાખવા બાબતે યુવાન ઉપર હુમલો કરેલ હતો

રાજકોટ, તા.૨૨: શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં ઘર પાસે કચરો રાખવા બાબતે આપેલા ઠપકાના મામલે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન પર હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે પિતા પુત્રને બે વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વીરાભાઇ બથવાર રે પાડોશમાં રહેતા મુકેશ અમરાભાઇ બથવાર અને અમરાભાઇ ભલાભાઇ માર મારી આ અંગેની ખોરાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રમેશભાઈ વીરાભાઇ ઘર પાસે કચરો રાખેલો હોય તે બાબતે મુકેશભાઈ અમરાભાઇએ અહીં કચરો રાખવો નહીં તે બાબતે બંને પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા મુકેશ અમરા બથવાર અને તેના પિતા અમરા ભલાભાઈ બથવારે લાકડી વડે રમેશ વીરાભાઈ બથવાર પર હુમલો કર્યાનું જણાવ્યું હતું પોલીસે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ કોર્ટ દ્વારા તપાસનીશ, નજરે જોનાર, ફરિયાદી, અને સારવાર કરનાર તબીબ સહિત ૧૩ સાહેદોને તપાસવામાં આવેલા હતા. બાદ સરકાર પક્ષે સરકારી વકીલ પૂજાબેન જોશી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ બીજા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનતી હીરાલાલએ મુકેશ અમરાભાઇ બથવાર અને અમરાભાઇ ભલાભાઇ બથવાર ને તકસીરવાન ઠેરવી બે વરસ ની સજાનો હુકમ કરી દંડ ફટકારતો આદેશ કર્યો છે.સરકાર પક્ષે સરકારી વકીલ પૂજાબેન જોશી હાજર રહ્યા હતા.
(2:23 PM IST)










