<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રેલનગરના અમૃતભાઇનું હાર્ટએટેકથી મૃત્‍યુઃ ચક્ષુ અને ચામડીનું દાન કરાયું

સિવિલ હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂની સમજાવટથી ચોૈહાણ પરિવારના સદસ્‍યોનું સ્‍તુત્‍ય કાર્ય

રાજકોટ તા. ૨૨: શહેરના રેલનગર ભક્‍તિ પાર્કમાં રહેતાં અમૃતભાઇ મોરારજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૬) નામના વૃધ્‍ધ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અગાઉ દરજી કામ કરતાં હતાં. હાલ નિવૃત હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂએ મૃતકના ચક્ષુ અને ચામડીનું દાન કરાવવા બાબતે તેમના સ્‍વજનોને સમજાવતાં સ્‍વજનો ચક્ષુ અને ચામડીનું દાન કરવા તૈયાર થતાં મેડીકલ કોલેજમાં જાણ કરાઇ હતી. દુઃખની ઘડીમાં પણ ચોૈહાણ પરિવારજનોએ સ્‍તુત્‍ય પગલુ ભર્યુ હતું. પોતાના સ્‍વજનના અંગો તેમના મૃત્‍યુ બાદ જરૂરીયાતમંદોને કામ આવે તે તેમને સાચી શ્રધ્‍ધાંજલી ગણાશે. તેમ મૃતકના પત્‍નિએ જણાવ્‍યું હતું.

 

(2:24 PM IST)