<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા દંતોપત ઠેકડી પુસ્‍તકાલય ખાતે કાલે રક્‍તદાન કેમ્‍પ

રાજકોટ સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે

રાજકોટ : સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશન અને દંતોપત ઠેકડી પુસ્‍તકાલય ના સહયોગથી, ધારાસભ્‍ય શ્રી ડો.દર્શીતાબેન શાહ દ્વારા આવતી કાલે તા.૨૩ ગુરૂવારે સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્‍યા સુધી, દંતોપત ઠેકડી પુસ્‍તકાલય શ્રોફ રોડ, શારદા બાગ પાસે, રાજકોટ ખાતે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

ડો.દર્શીતાબેન શાહ પોતે પણ નિયમિત રક્‍તદાતા છે, સમાજમાં યુવકોને પ્રેરણારૂપ છે. તે ઉપરાંત તેઓ દ્વારા વારંવાર સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે રક્‍તદાન કેમ્‍પોનું આયોજન થતુ હોય છે અને અન્‍ય રક્‍તદાન કેમ્‍પોમાં રક્‍તદાતાઓને પ્રોત્‍સાહન આપવા પોતાનો અમુલ્‍ય સમય ફાળવી હાજરી આપતા હોય છે.આ કેમ્‍પમાં ડો.દર્શીતાબેન શાહ- ધારાસભ્‍યશ્રી, દંતોપત ઠેકડી પુસ્‍તકાલય, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રક્‍તદાતાઓને બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરવા વિનંતી કરાઇ છે

(3:57 PM IST)