<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

પ્રજાસતાક દિન રોલર સ્‍કેટ પહેરી બાળકો ડાન્‍સ કરશે, બાસ્‍કેટબોલના બોલથી અવનવા સ્‍ટંટ કરશે

ગુજરાત ડાન્‍સ એસો. અને પૂજા હોબી સેન્‍ટર દ્વારા દેશભકિતનો કાર્યક્રમ સૂર્યનમસ્‍કાર અને યોગામાં વિજેતાઓ ને મેડલ, પ્રમાણપત્ર આપી સન્‍માનશે

રાજકોટઃ તા. ર૬ પ્રજાસતાક દિને રવિવારના સાંજે પ વાગ્‍યાથી ૩ થી ૧પ વર્ષના બાળકો માટે આયોજન કરેલ છે. જેમાં બાળકો સ્‍કેટ પહેરી આર્ટિસ્‍ટિક સ્‍કેટબોલ, સ્‍પીડ ફૂટવર્ક, જેવા અનેક સ્‍ટેપ્‍સ બાળકો કરવાના છે. સતત ૭૭ મિનિટ સુધી આ કાર્યક્રમ રહેવાનો છે. બાળકો તિરંગા કપડા પહેરી અને તિરંગાને માન આાપશે.  ૭૭ મિનિટ સુધી પરફોર્મન્‍સ કરનાર તમામ બાળકોને ગોલ્‍ડમેડલ અને સર્ટિફીકેટ આપવામાં આવશે. આ કાર્યક્રમની કોઇ ફી રાખવામાં આવેલ નથી.

આ ઉપરાંત આજ દિવસે સાંજે સૂર્ય નમસ્‍કાર અને યોગામાં વિજેતા યુવાનો અને વડીલોને પણ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્‍માનવામાં આવશે. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડો. હેમાંગભાઇ વસાવડા, હર્ષદભાઇ રૂપારેલીયા, પરેશભાઇ વાઘાણી, રમાબેન હેરભા, રત્‍નાબેન સેજપાલ, અલકાબેન કામદાર, વિજયાબેન વાછાણી, ડો. પ્રિતેશ પોપટ, ડો. હેલીબેન, મનસુખભાઇ જોશી, કિરીટભાઇ વ્‍યાસ, ઉમેશભાઇ શેઠ, કિરણભાઇ બાટવીયા, વિજયભાઇ કારીયા, કાળુ મામા, અશોકભાઇ ગાંધી, સોનલબેન ગાંધી, રેશ્‍માબેન સોલંકી હાજર રહેશે. બાન લેબ પરિવારનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

રોલર સ્‍કેટ પહેરી બાળકો ડાન્‍સ કરશે. બાસ્‍કેટબોલના બોલથી અવનવા સ્‍ટંટ કરશે. હાવર બોર્ડ તથા સ્‍કેટબોર્ડથી પણ બાળકો અદભુત કલા બતાવશે. ઇ સાયકલથી પણ બાળક ફલેટ લઇ રીંકમાં અભિવાદન કરશે. તેમ પૂજા હોબી સેન્‍ટરના પુષ્‍પાબેન રાઠોડે યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(3:58 PM IST)