<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

વાવડીમાં રહેતાં યુપીના શાકભાજીના ધંધાર્થીની ૧૫ વર્ષની દિકરીનું અપહરણ

દિકરી રાતે એકાએક ગૂમ થઇ ગઇઃ શોધખોળ બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૨૨: શહેરના ગોંડલ રોડ પર વાવડીમાં રહેતાં પરપ્રાંતિય પરિવારની ૧૫ વર્ષની દિકરી ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પોલીસે સગીરગૂમ થવાના કિસ્‍સામાં તુરત અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ વાવડીમાં વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પર પતરાના કારખાનાની સામે રહેતાં મુળ ઉત્તરપ્રદેશના કાનપુરના રાજપોર ગામના યુવાન વર્ષોથી રાજકોટ રહી શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ચાર દિકરી છે. જેમાં એકના લગ્ન થઇ ગયા છે. એક દિકરી ૧૫ વર્ષની છે. તા. ૧૨/૧ના રાતે એકાદ વાગ્‍યે અમે ઘરના સભ્‍યો જાગતા હતાં. બાદમાં બધા સુઇ ગયા હતાં. રાતે સાડા ત્રણેક વાગ્‍યે મારા પત્‍નિએ મને જગાડીને કીધુ હતું કે આપણી પંદર વર્ષની દિકરી ઘરમાં નથી. આથી અમે આસપાસમાં બધે તપાસ કરી હતી. રાતે જ ગોંડલ રોડ ચોકડી સુધી તપાસ કરી આવ્‍યા હતાં. પરંતુ પત્તો મળ્‍યો નહોતો.

દિકરી ઘરેથી નીકળી ત્‍યારે બ્‍લુ કલરનું જીન્‍સ અને વાદળી કલરની કુર્તી પહેરી હતી. તેની ઉંચાઇ ચાર ફુટ પાંચ ઇંચ જેટલી છે અને પાતળા બાંધાની છે. તે ગુજરાતી, હિન્‍દી અને ભોજપુરી ભાષા જાણે છે. તે આઠ ધોરણ સુધી ભણેલી છે. શોધખોળ બાદ પણ ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેણીને કોઇ અપહરણ કરી લઇ ગયાની શંકા છે. જો કે અમને હાલ કોઇ પર શંકા નથી. તેમ વધુમાં પિતાએ જણાવતાં તાલુકા પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. એમ. અજાગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:58 PM IST)