<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

માયાણી ચોક પટેલ કોલોનીમાં ૩૨ વર્ષના શ્‍યામ પાટીલનું હૃદય ધબકારા ચુકી ગયું

રાતે સુતા બાદ સવારે ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયોઃ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૨: હાર્ટએટેકથી યુવાનોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. માયાણી ચોક પટેલ કોલોનીમાં ૩૨ વર્ષના યુવાનનું હૃદય ધબકારા ચુકી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ પટેલ કોલોની-૧માં રહેતો શ્‍યામભાઇ દેવેન્‍દ્રભાઇ પાટીલ (ઉ.વ.૩૨) નામનો યુવાન રાતે સુઇ ગયા બાદ સવારે ન જાગતાં નાનો ભાઇ જગાડવા જતાં શ્‍યામભાઇ પલંગ પરથી નીચે બેભાન હાલતમાં પડેલો હોઇ તુરત ૧૦૮ બોલાવાઇ હતી અને તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્‍યુ પામનાર શ્‍યામભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને પ્રાઇવેટ નોકરી કરી હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને ભાવેશભાઇએ જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:03 PM IST)