<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

કપાસીયા તેલમાં ડબ્‍બે ૧પ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ૨૨: ખાદ્યતેલોમાં આજે કપાસીયા તેલમાં ૧પ રૂા.નો  ઘટાડો થયો હતો.

સ્‍થાનીક બજારમાં ઘરાકીના અભાવે આજે કપાસીયા તેલમાં મંદી જોવા મળી હતી. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧ર૩પ રૂા. હતા તે ૧પ રૂપીયા ઘટીને ૧રર૦ રૂા. ભાવ બોલાયા હતા. કપાસીયા ટીનનો ભાવ ર૧પ૦  થી રર૦૦ રૂા. હતા તે ઘટીને ર૧૩પ થી ર૧૮પ રૂા. થયા હતા. કપાસીયા તેલની સાથે સીંગતેલમાં  પણ પ રૂા. ઘટયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ર૪૩પ થી ર૪૮પ રૂા. થયા હતા.

(2:56 PM IST)