<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ર૦રપની પ્રથમ લેન્‍ડ ગ્રેબીંગ કમિટી બેઠકઃ ૬૩ કેસો અંગે સૂનાવણીઃ બે ડઝન પક્ષકારોને બોલાવાતા ઉમટયા

રાજકોટઃ રાજય સરકારની નવી ગાઇડ લાઇન મુજબ ર૦રપની આજે પ્રથમ લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી, ૬૩ કેસો અંગે સૂનાવણી હાથ ધરાઇ છે, બપોરે ર વાગ્‍યે પણ બેઠક ચાલુ છે. નવી ગાઇડ લાઇનમાં પક્ષકારોને બોલાવવા અંગે સૂચના હોય કલેકટરે બે ડઝન પક્ષકારોને નોટીસો પાઠવી હતી તે તમામ કલેકટર કચેરી ખાતે ઉમટી પડયા તે નજરે પડે છે. જે તે કેસમાં વન બાય વન ફરીયાદીઓ અને સામે વાળાને બોલાવી, જમીન-પ્‍લોટ, તથા લાગુ પડતી અનેક બાબતો અંગે સભ્‍યોએ-કલેકટરે સૂનાવણી હાથ ધરી હતી, સૂનાવણી બાદ ૬૩માંથી પ કેસમાં ફોજદારીની શકયતા રહેલી છે.

(3:13 PM IST)