તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અંતે મનપા તંત્રની કડક કાર્યવાહીઃ ૯૯ વેપારી પાસેથી અધધધ...૮૯૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત
રૂા. ૪ર હજારનો દંડઃ જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો પણ દંડાયા

રાજકોટ તા. રર :.. મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૨૦ થી ૨૧/ એમ કુલ ૨ દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૯૯ ે પાસેથી ૮૯૬.૫૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૪૧૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૯ આસામીઓ પાસેથી ૭.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૧૨૬૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરનાર ૩૦ પાસેથી ૪.૮૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૮૯૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૦ આસામીઓ પાસેથી ૮૮૪.૩ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૦૪૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી તા. ૨૧ના ભાવનગર રોડ પરથી ૮૭૦ કિલો પાન પીસ જપ્ત કરવામાં આવેલ તથા ૧૦,૦૦૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર, તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી.
(3:27 PM IST)










