તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રામપરા બેટીમાં મામલતદારે બૂલડોઝર ફેરવ્યું
હોટલ-ગેરેજ તોડી પડાયા : ર કરોડની જમીન ખુલ્લી

રાજકોટ, તા. રર : રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાની સુચના બાદ નાયબ મામલતદારશ્રી રઘુવીરસિંહ વાઘેલા અને સ્ટાફે પોલીસના બંદોબસ્ત તથા જીઇબીની ટીમોને સાથે રાખી ર કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. રાજકોટ તાલુકાના રામપરા (બેટી) ખાતે સર્વે નંબર ૧૧૦ પૈકીની ર કરોડની અંદાજીત ર હજારચો.મી. જમીન ઉપર ખડકાઇ ગયેલ એક હોટલ અને ગેરેજના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દીધુ હતુ અને જમીન ખૂલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.
(3:35 PM IST)










