તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
આંગણવાડીના કાર્યકરોના પ્રશ્નો ઉકેલવા મ્યુ. કમિશનરને રજૂઆત
કર્મચારી સંઘના જીલ્લા મંત્રી ભાવનાબેનની લેખિત અરજ

રાજકોટ તા. ૨૨: રાજકોટ જીલ્લા આંગણવાડી કર્મચારી સંઘના જીલ્લા મંત્રી ભાવનાબેન દહીયાએ મ્યુ. કમિશનરને લેખીત આવેદન પાઠવી મહાપાલિકામાં ફરજ બજાવતાં આગણવાડીના કાર્યકરોના પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.
તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૨થી મુખ્યમંત્રી માતૃવંદના યોજનાનો અમલ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પરથી જ ડાયરેક્ટ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જેમાં ચણા, તુવેરદાળ, તેલનું વિતરણ થાય છે. આ યોજનાનો સરકાર તરફથી મળતો માલ સસ્તા અનાજની દુકાન પર ઉતારવામાં આવે છે. ત્યાંથી આગણવાડી કેન્દ્રો ખાતે બહેનો જાતે અથવા પોતાના ખર્ચે લઇ જાય છે. જો કે આ જથે પુરતો મળતો નથી. ક્યારેક ત્રણ મહિનાનો એક સાથે આવે છે. એક આંગણવાડીના ૨૦થી ૬૦ લાભાર્થીઓ હોય છે. આ બાચકા કેન્દ્ર પર પહોંચાડવા રીક્ષાવાળાને ૨૫૦થી ૬૦૦ ભાડુ ચુકવવું પડે છે. જે રકમ બહેનોને પાછી મળતી નથી. આ પ્રશ્ન ઉકેલવો ખુબ જરૂરી છે. યોગ્ય કરવા અમારી માંગણી છે. (૧૪.૧૧)
(3:46 PM IST)










